રાજવી નગરી રાજપીપળા ના પ્રવેશ દ્વાર પર આવેલા વિજયસિંહજી મહારાજ નું કાળા ઘોડાનું સ્મારક ઘણા મહિનાઓથી એકદમ જર્જરિત હાલત માં છે આસપાસ ની બોર્ડર તૂટી પડી છે,અંદર મસમોટું ઘાસ ઉગી નીકળ્યું છે છતાં શહેર ની શાન ગણાતા આ સ્મારક ને જાણે પાલિકા તંત્ર ભૂલી જ ગયુ હોય એમ ત્યાં કોઈ મરામત કરાતી નથી, ત્યારે અન્ય નવા વિકાસના કામો માટે દોડતા પાલિકાના સત્તાધિશોને જાણે નવા કામો માંજ રસ છે તેવી બુમો ઉઠી છે.
વડોદરા,અંકલેશ્વર તરફ થી રાજપીપળા માં આવતા વાહનો માટેના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ આવેલા કાળા ઘોડા ના નામ થી પ્રસિદ્ધ રાજા વિજયસિંહજી મહારાજ ના આ સ્મારક ની આસપાસ ની બોર્ડર એક ટ્રક ચાલકે અકસ્માત માં તોડી નાખ્યા ને દસેક મહિના જેવો સમય થયો છતાં પાલીકા ના મુખ્ય અધિકારી એ તેની મરામત કરાવી નથી અને આમ જ શહેર ના આવા ઐતિહાસિક સ્મારકો આવનારી પેઢી માટે એક સ્વપ્નું બની ને રહી જશે ત્યારે આપણી આવનારી પેઢી આવા સ્મારકો માત્ર ચિત્રો માંજ જોશે તેમ તંત્રની આવી લાકાયાવાડી પરથી જણાઇ રહ્યું છે.
આ બાબતે શહેર ના એક જાગૃત યુવા નાગરીક યોગેન્દ્રસિંહ મોર્ય એ જણાવ્યું કે રાજપીપળા ના પ્રવેશ પર આવેલું વિજયસિંહ રાજા નું સ્ટેચ્યુ કે જે વિજય ચોક તરીકે ઓળખય છે એ આજે ખૂબ જર્જરિત હાલત માં છે પાલિકા તંત્ર ને બીજા બધા વિકાસ ના કામો દેખાય છે તો આ સ્ટેચ્યુ કેમ નથી દેખાતું...?જો દેખાતું હોય તો તેને વહેલિતકે રીપેર કરાવે તેવી તેમણે માંગ કરી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500