રાજપીપળા શહેર ના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ પર એક મહિલા ના પાકીટ માંથી નવ હજાર રૂપિયા ની ચોરી ની ઘટના બનતા બનાવ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના લાછરસ ગામના રમીલાબેન ભીખાભાઇ પાદરિયા પોતાની પૌત્રી હિતિશા સાથે બપોરના દોઢેક વાગે રાજપીપળા ની સ્ટેટ બેંક માંથી રૂપિયા ૧૦ હજાર ઉપાડી નવ હજાર તેમણે પોતાના લેડિઝ પાકીટ માં મુક્યા બાદ હાથ ખર્ચીના એક હજાર રૂપિયા બહાર રાખી સ્ટેશન રોડ પર પગપાળા ગયા ત્યાંથી માર્કેટ માંથી શાકભાજી ની ખરીદી કરી પરત ખાટકીવાડ પાસે આવેલ દર્શન બેકરી આગળ આવ્યા તે વખતે તેમની નજર થેલા પર પડતા થેલો ઉભો સાઇડ પરથી કાપયેલો હતો જેથી થેલાની ચેઇન ખોલી તપાસ કરતા અંદર નાનુ લેડીઝ પર્સ જેમા રૂપિયા ૯,૦૦૦/-તથા અસલ ચુટણીકાર્ડ,આધારકાર્ડ,સ્ટેટ બેંકની પાસબુક ની ચોરી થઈ તેમ માલુમ પડતા આ તેમણે રાજપીપળા પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ આપી હોય પોલીસે સીસી ટીવી ફૂટેજ ના આધારે ચોર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application