કાપોદ્રા ચાર રસ્તા પાસેથી ચાર દિવસ પહેલા એમ્બ્રોઈડરી જાબવર્કના વેપારીને આગળ પાછળ ખસવાનું કહી નજર ચુકવી રૂપિયા ૧૬ હજાર ચોરી લેનાર રીક્ષા ચાલક ટોળકીને પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
કાપોદ્રા પોલીસ પીઆઈ એમ.કે.ગુર્જરની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના પીએસઆઈ બી.એમ.કરમટા સ્ટાફના માણસો સાથે રાત્રે પેટ્રોલીંગમાં હતા તે વખતે એ.એસ.આઈ રમેશ હરીભાઈ અને કોન્સ્ટ્રેબલ સુધીર લાલજીભાઈને બાતમી મળી હતી કે રીક્ષમાં મુસાફરોની નજર ચુકવી ચોરી કરતી ટોળકી કાપોદ્રા વિસ્તારમાં ફરી રહી છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી લિંબાયત શાહપુરા મદીના મસ્જીદ પાસે રહેતો સોયેબ અલીમુદીન શેખ , લિંબાયત મારૂતિ નગરમાં રહેતો રીયાઝ અબ્દુલસત્તાર શેખ અને ઉધના મહાકાળી નગરમાં રહેતો આદીલ ઈલ્યાસ કુરેશીને રીક્ષા સાથે ઝડપી પાડયા હતા.
પોલીસે આરોપીઓની પુછપરછમાં તેઓ એકલ દોકલ પેસેન્જરને રસ્તા રીક્ષામા બેસાડી આગળ પાછળ ખસવાનું કહી નજર ચુકવી ખીસ્સામાંથી રૂપીયા ચોરી કરી લેતા હોવાની કબુલાત કરી છે.આ ટોળકીએ ગત તા ૩૧મી ઓગસ્ટના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે કાપોદ્રા ચાર રસ્તા પાસેથી એમ્બ્રોઈડરી જાબવર્કના ધંધા સાથે સંકળાયેલા પાસોદરા સૌરાષ્ટÿ ટાઉનશીપમાં રહેતો ભૌમીક વિનું કુંભાણી ખીસ્સામાંથી રૂપિયા ૧૬ હજાર ચોરી કર્યા હોવાનું બહાર આવતા પોલીસે ભૌમીક કુંભાણીની ફરિયાદ લઈ ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500