Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાપોદ્રામાં હીરાના કારખાનામાં સુવા માટે રાખેલો યુવક રૂ. ૪૫ હજારની મતા ચોરી ગયો

  • September 07, 2020 

કાપોદ્રા સોમનાથ સોસાયટીમાં આવેલા હીરાના કારખાનામાં રાત્રે સુવા માટે આવતો યુવક કારખાનામાંથી હીરા ઘસવાની ઈલેકટ્રીક મોટર સાથે લોખંડની ગોળ ઘંટી મળી કુલ રૂપિયા ૪૫ હજારના મતાની ચોરી કરી ભાગી ગયો હતો.

 

મૂળ ભાવનગરના સિહોર તાલુકાના  સણોસરા ગામના વતની અને હાલમાં  સરથાણા જકાતનાકા રાજહંસ સુર્યા બિલ્ડિંગ ખાતે રહેતા ૨૩ વર્ષીય હર્ષીલ સુરેશભાઈ ભાયાણી કાપોદ્રામાં સોમનાથ સોસાયટીમાં મકાન નં-૪ના બીજા માળે હીરાનું કારખાનું ધરાવે છે. હર્ષીલભાઈએ તેના કારખાનામાં રાત્રે સુવા માટે તેના વનતના બાજુના ગામના અશ્વીન લવજી ગોળકીયાને રાખ્યો હતો.

 

તે  દરમિયાન અશ્વીને ગત તા. ૨૪ ઓગસ્ટથી તા.૪ સપ્ટેમ્બરના સમયગાળામાં તકનો લાભ ઉઠાવી કારખાનામાંથી હીરા ઘસવાની ઈલેકટ્રીકટ મોટર સાથે લોખંડની ગોળ ઘંટી નંગ-૫ જેની કિંમત રૂપિયા ૪૫,૦૦૦ના મતાની ચોરી કરી ભાગી ગયો હતો. આ અંગે  હર્ષીલને જાણ થતાં તેમણે કાપોદ્રા પોલીસ મથકમાં નોધાવી હતી. પોલીસે અશ્વીન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application