લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં રાત્રે યુવક અને તેના મિત્રને પોલીસ કેસ પાછો ખેચી લેવાનું કહી પાંચ જણાએ તલવારથી જીલવેણ હુમલો કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઇ છે.
મીઠીખાડી બેઠીકોલોની તીસનલ પાસે રહેતા ૩૦ વર્ષીય બીલાલ ઉર્ફે સલમાન અસ્લમ શાહ ડ્રાઈવીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.બે દિવસ પહેલા તેના માતા પિતા સાથે ઝઘડો કરતા સોહેલ ઉર્ફે ગુંડે, ફીરોજ ઉર્ફે જાડીયો અને સલમાન સામે બીલાલે લિંબાયત પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. જેની અદાવત રાખી શાહરૂખ દરોગા , સોલેહ ગુંડે , ફીરોજ , રાજુ કાલીયો અને સલમાને રાત્રે આઠેક વાગ્યે બીલાલને આતંરી પોલીસે કેસ પાછો ખેચી લેવાનુ કહી ઝઘડો કરી તલવાર અને હોકીથી હુમલો કરી માર મારી ઇજા પોંહચાડી હતી.
પાંચેય જણાએ બીલાલના મિત્ર ફારુક ગ્યાસુદીન શેખને પણ ખભાના ભાગે તલવારના ઘા મારી લોહીલુહાણ કરી ભાગી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત બંને જણાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે લિંબાયતને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે બીલાલની ફરિયાદના આધારે ગુનો નોધી આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500