તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા ના ગરૂડેશ્વર તાલુકાના વાઝણીતાડ ગામ માં ગતરોજ સાંજ ના સમયે ૭ ફૂટ લાંબો મગર ખેતરમાં આવી ગયો હતો.મગર જોઈને ગભરાઈ ગયેલા ખેડૂતો એ ગામ મા જાણ કરી કે ખેતરમાં મગર આવી ગયો છે ત્યારે ગામ ના રહીશો એ કેવડિયા કોલોની માં વન્યજીવો ની રક્ષા મા તત્પર રહેતી સંસ્થા વાઇલ્ડ સેવિયર ક્લબ નેં જાણ કરતા અનિલ વસાવા,માઈકલ વસાવા, સુનિલ તડવી, વિશાલ તડવી, સુનિલ શ્રીમાળી સ્થળ પર પહોંચીને મગર ને કોઈ પણ ઈજા વગર સલામત રીતે પકડી લીધો હતો.સસ્થા ના સભ્યો ના જણાવ્યા અનુસાર બધા જળાશયો સુકાઇ ગયા હોવાથી મગર પાણી તથા ખોરાક ની શોધમાં ગામ સુધી પહોંચી ગયો હતો.ત્યાર બાદ મગરને સરદાર સરોવર ડેમ માં છોડી મૂકવામાં આવ્યો હતો.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application