તાપી જીલ્લા એલસીબી પોલીસે ભારતીય બનાવટનો વિદેશીદારૂની હેરાફેરી કરતા બાઈક સવાર બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર તાપી જીલ્લા એલસીબી શાખાના પીઆઈ ડી.એસ.લાડ સહિતનો સ્ટાફ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે વખતે તેઓને મળેલ બાતમીના આધારે, વ્યારા તાલુકાની નાની ચિખલી ગામે નાગદેવ ફળીયામાં નાકાબંધી માં હતાં. દરમિયાન એક મોટર સાયકલ નંબર જીજે/19/એએન/4004 ઉપર સવાર બે ઇસમોને અટકાવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા બાઈક ચાલકે પોતાનું નામ સ્મિતભાઇ નિલેશભાઇ ચૌધરી રહે,વીરપુર ગામ,પુલ ફળીયુ તા.વ્યારા જણાવેલ જયારે પાછળ બેસેલ ઇસમે પોતાનું નામ સુનિલભાઇ વિરસિંગભાઇ ગામીત રહે,નાની ચિખલી,દાદરી ફળીયુ તા.વ્યારા જણાવેલ,
તપાસ દરમિયાન તેઓની પાસેથી મળી આવેલ એક કંતાનનો કોથળા માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બાટલી નંગ-488 જેની કિંમત રૂપિયા 28,000/-નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેઓની વધુ પૂછપરછમાં પકડાયેલ દારૂનો જથ્થો એમ.ડી.વાઇન શોપનાં વિજયભાઇ રહે,નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓ પાસેથી લાવેલ હોય અને શોભનાબેન મહેન્દ્રભાઇ ઢોડીયા પટેલ રહે, વ્યારા સિંગી ફળીયુ,ફાટક પાસે,વ્યારા- તાપી તથા અજયભાઇ ઉર્ફે બાબલ્યો છોટુભાઇ ગામીત રહે,કરંજવેલ દેવળ ફળીયુ-વ્યારા નાઓ ને આપવાનો હોય જેથી પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી માલ આપનાર તથા મંગાવનાર ને વોન્ટેડ જાહેર કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500