Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનો સાથે મીટીંગ કરી કાયદાકીય સમય અપાઈ

  • September 04, 2020 

નાનાપાડા પ્રાથમિક શાળામાં નાનાપાડા ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આંબાપાડા, આહેરડી, બોરદહાડ,કુમાંરબંધ,શીવારીમાળ ગામના સરપંચ, આગેવાનો, ગામલોકો સાથે નવનિયુકત પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજાએ એક બેઠક યોજી હતી. જેમાં પોલીસતંત્ર દ્વારા ગ્રામજનોને કાયદાકીય સમય અપાઈ હતી.

 

ડાંગ જીલ્લામાં પ્રજાજનો અને પોલીસ વચ્ચે સુરક્ષાસેતુ બને એ માટે વિવિધ કામગીરીઓ કરાઈ રહી છે, ડાંગ જીલ્લાના નવનિયુકત પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે નાનાપાડા પ્રાથમિક શાળામાં નાનાપાડા ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામના લોકો સાથે એક મીટીંગ યોજી હતી. જેમાં સાયબર ક્રાઇમ તથા એકના ડબલ પૈસા કરી આપવાની લોભામણી સ્કીમો માં ન ફસાવા સમજ કરી તથા બાળલગ્ન તેમજ અન્ય કુરિવાજો ત્યાગ કરવા લોક જાગૃતિ કેળવવામાં આવી.

 

મુલાકત દરમિયાન નવનિયુકત પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા નાઓએ ગૃપ ગ્રામ પંચાયતના ગામોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ, કાયદો અને વ્યવસ્થાને લગતા કોઇ પ્રશ્નો, બાળકો તથા મહિલાઓને લગતી સમસ્યાઓની ખુલા દિલે ચર્ચા કરવા તમામને પ્રેરીત કરતા હાજર તમામ ભાઈઓ તથા બહેનોએ આવા કોઇ પ્રશ્ન ન હોવાનું તથા પોલીસની કામગીરીથી લોકોમાં સંતોષ હોવાનું જણાવેલ.

 

પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા નાઓ એ હાજર મુરલીભાઇ ગાંવિતનું બુકે વડે સન્માન કરી ડાંગના યુવાનોમાં કુદરતી રીતેજ ફિટનેસ ખુબ સારી હોય પોલીસ,આર્મી,પેરામીલીટરી ફોર્સ તથા રમત ગમત ક્ષેત્રે ડાંગના યુવાનો ડાંગ તેમજ દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન કરી શકવાની ક્ષમતા ધરાવતા હોવાનો પોતાનો વિશ્વાસ વ્યકત કરી ડાંગના યુવાનોને ઉજ્જવળ કારકિર્દી બનાવવા સખત મેહનત આહવાન આપેલું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application