કતારગામ નગીનાવાડી રોડ ખાતે જવેલસ્ટાર નામે ડાયમંડ ટ્રેડીંગનો ધંધો કરતા હીરા વેપારી સાથે રૂપિયા ૮ લાખની ઠગાઈ આચરવામાં આવી છે. સગરામપુરાના ઠગબાજે સાત દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી વેપારીની મુંબઈની બ્રાન્ચમાંથી બે હીરા ખરીદ્યા બાદ સમયસર પેમેન્ટ આપવામા બદલે પેમેન્ટ નથી આપાવાનો થાય તે કરી લેવાની ધમકી આપી હતી.
કતારગામ આંબાતલાવડી રોયલપાર્ક સોસાયટીમાં રહેતા અરૂણ મગનભાઈ કોશીયા કતારગામ નગીનાવાડી રોડ જવેલસ્ટાર નામે ડાયમંડ ટ્રેડીંગ કંપની છેલ્લા ૧૭ વર્ષથી ચલાવે છે. અરૂણભાઈની સુરત ઉપરાંત એક બ્રાન્ચ મુંબઈ બ્રાન્દ્રામાં ભારત ડાયમંડ બુર્સ ખાતે આવેલી છે. જે બ્રાન્ચ તેમના મોટાબાઈ મહેન્દ્ર સંભાળે છે. સગરામુપુરા સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં રહેતો સોનું ઉર્ફે સની કુમુદ મોદી ગત તા ૨૬મી ફેબ્રુઆરીના રોજ રાજેન્દ્ર જૈન સાથે તેમની મુંબઈની ઓફિસે મહેન્દ્રભાઈને મળ્યા હતા.અને એક કેરેટ સાઈડના બે તૈયાર હીરા ખરીદવાની વાત કરી પોતે સુરતમાં રોસરી ડાઈમ નામની કંપની ધરાવે છે,સમયસર પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ ભરોસો આપ્યો હતો.
ત્યારબાદ હીરાના ભાવતાલ બાબતે મહેન્દ્રએ અરૂણ સાથે વાત કરતા જેમાં એક હીરો કટ અને પોલીસ ડાયમંડનો નેટ વજન એક કેરેટ હતો. તેની કિંમત રૂપિયા ૪,૨૪,૪૯૨ અને બીજા હિરો પણ એક કેરેટ હોવાથી તેની કિંમત રૂપિયા ૩,૭૫,૫૯૫ મળી કુલ રૂપિયા ૮,૦૦,૦૮૭ નક્કી કર્યા હતા. માલનું પેમેન્ટ સાત દિવસમાં આપવાનુ નક્કી કરવામા આવ્યું હતું જાકે સાત દિવસ બાદ પણ સોનુએ પેમેન્ટ નહી ચુકવતા અરૂણએ પેમેન્ટ માટે ફોન કરતા સોનુએ પેમેન્ટ આપવા માટે ઇન્કાર કરી તમારે થાય તે કરી લો તેમ કહી ગાળાગાળી કરી ધમકી આપી પૈસા આપ્યા ન હતી.જેથી આ બનાવ અંગે અરૂણે કતારગામ પોલીસ મથકમાં સોનુ મોદી સામે ેર્ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500