Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના વેસુની શાળાના વાલીઓના ફી મુદ્દે ડી.ઇ.ઓ. કચેરી પ્રદર્શન

  • September 04, 2020 

શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલ અને એલ.પી. સવાણી સ્કૂલના વાલીઓએ ફી મુદ્દે ડીઇઓ કચેરીએ રજૂઆત કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે. ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક્ટિવિટીના નામે ફી ઉઘરાવાતી હોવાનું અને દબાણ કરવામાં આવતું હોવાનું જણાવવામાં આવ્યું છે. ફી ભર્યા બાદ પણ ૬ જેટલા વિદ્યાર્થીઓને એલસી ન આપવામાં આવતાં વાલીઓએ ઉમરા પોલીસ મથકે પહોંચીને ફરિયાદની અરજી આપી છે. બીજી તરફ એલ.પી. સવાણી સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ બંધ કરાયા હોવાથી ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.

 

વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર ઇન્ટરનેશનલ સ્કુલના વાલીઓ ઉમરા પોલીસ મથકમાં અને એલ.પી.સવાણી સ્કુલના વાલીઓ ફરીથી ફી બાબતે રજુઆત કરવા ડી.ઇ.ઓ. કચેરી પહોચી ગયા હતા. આ તમામ વાલીઓએ પોતાની રજુઆતો કરી વિરોદ પ્રદર્શ કર્યો હતો. જેમાં વાલી વિમલ જૈનએ જણાવ્યું હતું કે, મારૂં સંતાન ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં બાળક અભ્યાસ કરે છે. અમે વાલીઓ ભેગા મળીને આવ્યા છે. પ્રતિમાસની ફી સાત હજારથી પણ વધુ છે. બાકીની ફી અલગ એક્ટિવિટીના નામે લેવાય છે.હાલ ફી માટે માંગ કરાય છે. ઓનલાઈન ફીના નામે ફી માટે દબાણ કરાય રહ્નાં છે. છેલ્લા ત્રણેક દિવસથી જેની ફી નથી તેવા વિદ્યાર્થીઓને હેરાન કરાય છે. જેથી અમે ડીઇઓ કચેરી રજૂઆત કરવા આવ્યા છીએ. વાલી જય પ્રકાશે જણાવ્યું હતું કે, અમે એફ.આર.સી. ના નિયમ પ્રમાણે ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફી ભરી છે. અમે છ વાલીઓ પોતાના ૬ સંતાનોને આ સ્કૂલમાં નથી ભણાવવા માંગતા. જેથી અમે એલસીની માંગ કરી તો પણ વધુ રૂપિયા માંગવામાં આવી રહ્નાં છે. આ રૂપિયા ન અપાય તો અમને એલસી ન આપવાની ધમકી અપાય છે. જેથી અમે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચીને અમારી અરજી આપી છે.

 

પોલીસે કહ્નાં છે કે, તપાસ કરવામાં આવશે. એલ.પી. સવાણી સ્કૂલમાં ઓનલાઈન ફી બંધ થવા અંગે બુધવારે રજૂઆત કરવા આવ્યા બાદ ગુરૂવારે ફરી વાલીઓ ડી.ઇ.ઓ. કચેરી પહોંચી ગયા હતાં. વાલીઓએ કહ્નાં કે, અમારી રજૂઆત પછી પણ સ્કૂલ દ્વારા ફી ન ભરવામાં આવી હોય તેવા બાળકોનું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી તે ઝડપથી શરૂ થાય તે અંગે રજૂઆત કરી છે. એલ.પી.સવાણી શાળાના ટ્રસ્ટી ધર્મેન્દ્ર સવાણીએ જણાવ્યું હતું કે, ઓનલાઈન એજ્યુકેશનનું પોર્ટલમાં ફી અમુક સમય પહેલાની ન ભરી હોય તેનું ઓનલાઈન એજ્યુકેશન બંધ થઈ જાય છે. અમે એમાં સુધારો કરીશું. ઘણા વાલીઓની બે મહિનાની ફી પણ બાકી છે. શાળાએ રજૂઆત કરવાની જગ્યાએ વાલીઓ ડી.ઇ.ઓ. પહોંચી ગયા છે. પરંતુ અમે આ પ્રશ્નોનો નિવેડો લાવીશું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application