માનદરવાજા આંબેડકર પ્રતિમાની સામે ગાંઘીનગરમાં રહેતા યુવક ઉપર પડોશી યુવકે તુ ચમચાગીરી કેમ કરે છે તેમ કહી છાતી. ગાલ અને હાથના ભાગે બ્લેડના ઘા મારી ભાગી ગયા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે.
માન દરવાજા પાસે ગાંધીનગર ઝુપડપટ્ટીમાં રહેતા ૩૨ વર્ષિય સંજય ઉર્ફે સંજુ ભંગુ પટેલ મજુરી કામ કરે છે, સંજય બુધવારે સાંજે ચારેક વાગ્યે ઘરે હતો ત્યારે ગાંધીનગર ઝુપડપટ્ટીમાં જ રહેતો મુન્નો નામનો યુવક તેની પાસે આવી તુ ચમચાગીરી કેમ કરે છે હોવાનું કહી ગાળો આપી ઢીકમુક્કીનો મારમાર્યો હતો. જેથી સંજય તેને મારવાની અને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને દાઢી કરવાની બ્લેડથી ડાબા હાથ, ગાલ, છાતી અને જમણ ગળાના ભાગે ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયો હતો. બનાવ અંગે સલાબતપુરા પોલીસે મુન્નો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application