Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોસાડ આવાસમાં પત્ની પર પતિએ એસીડ જેવુ જવલનશીલ પ્રવાહી ફેકી ઇજા પહોચાડી

  • September 04, 2020 

કોસાડ આવસામાં રહેતી પરિણીતાને ગઈકાલે મોડી સાંજે તેના પતિએ ઘરમાં આવી  ઝઘડો કરી મે તેરે કો છુટાછેડા નહી દુંગા ઔર જ્યાદા હોંશિયારી કી તો જાન સે માર ડાલુંગા હોવાની ધમકી આપ્યા બાદ ઘરની બહાર જઈ રસોડાની બારીમાંથી પરિણીતાના શરીર ઉપર એસીડ જેવુ જવલનશીલ પ્રવાહી ફેકી ઇજા પહોચાડી હતી.

 

 મે તેરે કો છુટાછેડા નહી દુંગા ઔર જ્યાદા હોંશિયારી કી તો જાન સે માર ડાલુંગાની ધમકી આપી ફરાર

અમરોલી કોસાડ આવાસ બિલ્ડિંગ નં-૧૫૪માં રૂમ નં-૧માં રહેતા ૩૭ વર્ષિય શબાનાબાનુ નાસીરખાન હસન પઠાણ બુધવારે  આવાસમાં જ બિલિ઼્ડંગ નં ૬૮/બી/૨૨ ખાતે રહેતા તેના પતિ નાસીરખાન હસનખાન પઠાણ સામે ફરિયાદ નોધાવી હતી.જેમા તેનો પતિ મોડી સાંજે સાડા સાતેક વાગ્યે ઘરે આવ્યો હતો અને ગાળાગાળી કરતો હતો જેથી શબાનાબાનુએ ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો.ત્યારબાદ મે તેરે કો છુટાછેડા નહી દુંગા ઔર જ્યાદા હાંશિયારી કી તો જાન સે માર ડાલુંગાની ધમકી આપી નાસી ગયો હતો ત્યારબાદ શાબાનાબાનું રસોડામા તેની દીકરી સાથે રસોઈ બનાવતી હતી તે દરમિયાન વીસીક મીનીટ બાદ ફરી નાસીરખાન રસોડાની બારી પાસે આવી રસોઈ બનાવતી શબાનાબાનુ ઉપર એસીડ જેવી જવનશીલ પ્રવાહી તેના શરીરે ફેંકી નાસી ગયો હતો.

 

આ બનાવ અંગે પોલીસે શબાનાબાનુ પઠાણની ફરિયાદ લઈ નાસીરખાન સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application