સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરનાર પરપ્રાંતિય યુવાનને તેના મિત્રોએ માર મારી અપહરણ કર્યા બાદ વીજ કરંટ આપી નગ્ન કરી વિડીયો ઉતારી સામુહિક સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી ખંડણી પેટે રૂ. ૧ લાખની માંગણી કરતા સચિન જીઆઇડીસી પોલીસ દોડતી થઇ ગઇ છે.
મુળ રાજસ્થાનનો વતની હાલ સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષિય પરપ્રાંતિય યુવાને પાસેથી સચિન જીઆઇડીસી ખાતા નં. ૮૪માં રહેતો તેના મિત્ર ગોપાલ ઘુડારામમ શિયાક એ ઉછીના રૂ. ૬ હજાર લીધા હતા. ત્યાર બાદ બંન્ને મિત્રો લોક્ડાઉન દરમ્યાન વતન ચાલ્યા ગયા હતા. એકાદ મહિના અગાઉ ગોપાલ પરત સુરત આવ્યો હતો.જેની જાણ પરપ્રાંતિય યુવાનને થતા તેણે ગોપાલને મોબાઇલ પર કોલ કરી ઉછીના આપેલા પૈસાની માંગણી કરતા તેણે ગાળા આપી કરી હતી. ત્યારબાદગોપાલે તેના પરિચીત નરસિંહ પવાર નામના મિત્રના વ્હોટ્સ અપ ગૃપમાં યુવાનને એડ કર્યો હતો.
વ્હોટ્સ અપ ગૃપમાં ગોપાલે સચિન જીઆઇડીસી રોડ નં. ૮ આઇ ૧૨માં રહેતો અને નોકરી કરતો અન્ય મિત્ર સુરેશ તેતરવાલે , સચિન જીઆઇડીસી ગેટ નં. ૩લક્ષ્મીવાલા ટેક્સટાઇલ પાર્ક રહેતો અને નોકરી કરતો લાઘુરામ ઇશ્વરલાલ, સચિન જીઆઇડીસી ખાતા નં. ૮૪ રહેતો અને નોકરી કરતો સુરેશ ખીલ્લેરી પણ મેમ્બર હોય આ તમામે યુવાનને વ્હોટ્સ અપ ગૃપમાં ગાળો આપી હતી. ત્યાર બાદ તા. ૨૪ ઓગષ્ટના રોજ ગોપાલ અને તેના મિત્રો વતનથી પરત આવ્યા હતા અને બે દિવસ બાદ યુવાનના રહેણાંક રૂમ ખાતે સુરેશ ખિલ્લેરી અને લાદુરામ મોટરસાઇકલ પર ઘસી આવી આવ્યા હતા.
બંને જણાએ બે તમાચા મારી યુવકને જબરજસ્તી મોટરસાઇકલ પર બેસાડી અપહરણ કર્યુ હતું. અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ જઇ વીજ કરંટ આપ્યો હતો અને માર મારી પરપ્રાંતિય યુવાનને નગ્ન કરી વિડીયો ઉતારી બંને જણાએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યુ કર્યુ હતું. ત્યાર બાદ અડધો કલાકમાં જો ૧ લાખ રૂપિયા નહીં આપે તો રૂ.૧.૫૦ આપવા પડશે તેમ કહી જાનથી મારી નાંખવાની અને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી ગોંધી રાખ્યો હતો. જાકે સવારે ખાતા ઉપર કારીગરો આવવા લાગતા મોકોના ફાયદો ઉઠાવી રમેશ ખાતામાંથી ભાગી ગયો હતો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. પોલીસે પરપ્રાંતિય યુવકની ફરીયાદના આધારે ગુનો નોધી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500