નવસારી જિલ્લામાં બહારના જિલ્લા, રાજયો અને વિદેશમાંથી મોટા પ્રમાણમાં મુસાફરો આવે ત્યારે સ્થાનિક ધર્મશાળા/સમાજવાડી/હોટલ/મુસાફરખાના/કલબ હાઉસ/ અન્ય સ્થળોઍથી ભાડેથી રૂમ રાખી રહેતા હોય છે. આ મુસાફરોની સાથે દેશ વિરોધી અને અસામાજીક તત્વો પણ જિલ્લામાં આવી જાય અને દેશવિરોધી ભાંગફોડીયા પ્રવૃત્તિ કરે તેવી શકયતા રહેલી છે.
આ પ્રકારની વોચ માટે ટેકનોલોજીના ઉપયોગી હોટલ માલિકો અને પોલીસને સુવિધા રહે અને દૈનિક ધોરણે માહિતી ઓનલાઇન મળી રહે તે હેતુથી ઍપ PATHIK ગુજરાત પોલીસ ઘ્વારા બહાર પાડવામાં આવી છે. આ PATHIK ઍપમાં દૈનિક ધોરણે દરેક સ્થાનિક હોટલ-ગેસ્ટહાઉસ/રીસોર્ટ/ફાર્મહાઉસ/ધર્મશાળા/મુસાફરખાના/કલબહાઉસનાસંચાલક/માલિક/ભાગીદાર/જવાબદારોઍ ઍન્ટ્રી કરવાની રહેશે. નવસારી જિલ્લામાં અન્ય જિલ્લાઓ, રાજય તથા વિદેશમાંથી આવતા આવ દેશ વિરોધી અને અસામાજીક તત્વો હોટલ/ગેસ્ટહાઉસ/રિસોર્ટ/ધર્મશાળા/ધાબા/કલબ હાઉસ/મુસાફરખાના/ધાર્મિક સ્થળે રૂમ ભાડે રાખીને રહે તેવી સંભાવનાઓ હોય અને સ્થાનિક વિસ્તાર/જગ્યા/સ્થળો/ વગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે.
જેને અનુલક્ષીને નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આર્દ્રા અગ્રવાલે મળેલી સત્તાની રૂઍ સમગ્ર જિલ્લાની હોટલ/ ગેસ્ટહાઉસ/રિસોર્ટ/ધર્મશાળા/ધાબા/કલબ હાઉસ/મુસાફરખાના/ધાર્મિક સ્થળના માલિકે ગ્રાહકના રજીસ્ટર ઍન્ટ્રી કરવા માટે રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું ઍક કોમ્પ્યુટર રાખવા તેમજ મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ ઍન્ટ્રીઓ ભ્ખ્વ્ણ્ત્ધ્ ઍપમાં ઓનલાઇન કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ તાત્કાલિક તા.૦૧/૧૧/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૫ હેઠળ સજાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500