Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનો લીસ્ટેડ બુટલેગર ભદ્રેશ ગામીત વોન્ટેડ જાહેર કરાયો,તાપી ડીવાયએસપીના સ્ટાફે કરી કાર્યવાહી

  • September 04, 2020 

સોનગઢ નગરમાં વર્ષોથી વિદેશીદારૂનો વેચાણ કરતો લીસ્ટેડ બુટલેગર ભદ્રેશ ગામીત તથા તેના એક સાથીદારને દારૂના ગુનામાં તાપી પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે,

 

મળતી માહિતી અનુસાર તાપી જીલ્લા ડીવાયએસપીના સ્ટાફને મળેલ બાતમીના આધારે સોનગઢના જુના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી આજરોજ મેસ્ત્રો મોટર સાયકલ નંબર જીજે/26/એમ/9979 ઉપર એક મીણીયાના થેલામાં તથા મોટર સાયકલની ડીકીમાં લઇ જવાતો અલગ અલગ બ્રાંડનો ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂની બાટલી નંગ 135 જેની કી.રૂ. 29,850/- ના દારૂજથ્થા સાથે વિપુલભાઈ રામસિંગભાઈ ગામીત અને પપ્પુભાઈ વીનુભાઈ ગામીત બંને રહે,બેડવાણ,ખડકા તા.સોનગઢ નાઓને ઝડપી પાડ્યા હતા. જીલ્લા ડીવાયએસપીના સ્ટાફે બંને આરોપી પાસેથી રૂ.15 હજારના 2 મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા.

 

પોલીસ તપાસમાં ઈંગ્લીશદારૂનો જથ્થો મંગાવનાર સોનગઢના શાકભાજી માર્કેટમાં અડ્ડો ચલાવતો ભરત ઉર્ફે ભદ્રેશ રવજીભાઇ ગામીત તથા દારૂનો જથ્થો આપનાર ભદ્રેશના એક સાથીદારનું નામ જાણવા મળ્યુ હતું. બનાવ અંગે તાપી પોલીસે મોટર સાયકલ,ઈંગ્લીશ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 61,200/- નો મુદ્દામાલ જપ્ત કરી હેડકોન્સ્ટેબલ પ્રફુલભાઈ પ્રતાપસિંહની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે વિપુલ ગામીત અને પપ્પુ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી ભદ્રેશ ગામીત અને તેના સાથીદારને વોન્ટેડ જાહેર કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application