નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીકે નવસારી તાલુકાના સિસોદ્રા (ગ), સિંગોદ, અંબડા અને મનુસાડ ગામની મુલાકાત લીધી હતી.જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પારીકે ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાની મુલાકાત સાથે વિકાસના કામો, ૧૪ મા નાણાંપંચ, મનરેગાના કામો,પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આવાસ, ૧૫ મા નાણાપંચના કામોની વિગત લીધી હતી. તેમજ સરકારશ્રીના ગાઇડલાઇન મુજબ જ કામો અને પીવાના પાણીના સંગ્રહ માટેના કામોનું આયોજન કરવા જરૂરી સૂચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીઍ ગ્રામ પંચાયત મુનસાડની દફતર તપાસણી, અંબાડા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મુનસાડ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગામના તળાવ કિનારે વનીકરણના કામોની સ્થળ મુલાકાત અને તળાવમાં થતાં સિંગોડાની ખેતી તેમજ વોટર હાર્વેસ્ટીંગના કામોનું સ્થળ નિરિક્ષણ કર્યુ હતું. સીંગોદ ગામે આયુર્વેદિક ફાર્મના પ્લાન્ટેશન અને મુનસાડ ખાતે પંચવટી યોજનાના કામોની સ્થળ મુલાકાત પણ લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500