Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શાળાઓમાં શારિરીક શિક્ષણ (વ્યાયામ) અને કલા વિષયના શિક્ષકોની ફરજિયાત અને કાયમી નિમણૂંક કરવા તાપી કલેકટરને આવેદનપત્ર અપાયું

  • August 28, 2020 

રાજ્યની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શારિરીક શિક્ષણ (વ્યાયામ) અને કલા વિષયના શિક્ષકોની ફરજિયાત અને કાયમી નિમણૂંક કરવા આજરોજ તાપી કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્ર અનુસાર ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2009 થી વ્યાયામ અને કલાવિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ નથી. ગુજરાત વ્યાયામ હિત રક્ષક સમિતિ અને રાજ્યના વિવિધ શૈક્ષણિક સંઘો દ્વારા વર્ષ 2010 થી વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા આ મુદ્દે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

25 august ના રોજ આપણે સમગ્ર ભારતમાં સ્પોર્ટસ દિવસની ઉજવણી કરીએ છીએ ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા વર્ષોથી આ દિવસની ઉજવણી કરવા માં આવે છે. પરંતું દુઃખની વાત એ છે કે,ગુજરાત રાજ્યની શાળાઓમાં જ આ વિષયને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. આ વિષયના શિક્ષકો જ નથી તો આ ઉજવણી ખરેખર સાર્થક થશે ખરી ??

 

કેન્દ્રીય શિક્ષણનિતિ અને RTE 2009 મુજબ દરેક શાળાની અંદર આ વિષયના શિક્ષકોની નિમણૂંક કરવાની થાય છે. નવી એજ્યુકેશન પોલિસીમાં પણ આ વિષયને ફરજિયાત સ્થાન આપવા માં આવ્યું છે. જૂની શિક્ષણ નીતિમાં પણ ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું હતું. તેમ છતાં પણ ગુજરાતમાં આ વિષયને ન્યાય આપવા માં આવ્યો નથી. તો નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યો ની જેમ ફરજિયાત ધોરણ 1 થી 12 માં આ વિષયોને દાખલ કરવામાં આવે અને આ વિષયમાં તાલીમ પામેલા ડિગ્રી પ્રાપ્ત ઉમેદવારોને રોજગારી આપવામાં આવે..

 

ગુજરાત રાજ્યની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની નિમણૂંક માટે શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર જૂની પદ્ધતિ મુજબ 2009 પહેલા થતી હતી તેમ અને કેન્દ્રીય પદ્ધતિ મુજબ કરે તો કોઈ નવી નીતિ કે પોલીસી બનાવવાની જરૂર રહેતી નથી.


માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મહેકમનું બહાનું કાઢીને આ વિષયના શિક્ષકોની નિમણૂંક નથી થતી. એમાં બાળકોનો શો વાંક???શા માટે બાળકોને રમત-ગમત અને કળાના શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે??? ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં ફરજિયાત આ વિષયોના શિક્ષકોની કાયમી નિમણૂંક કરવામાં આવે છે.તો ગુજરાતમાં કેમ નહી ?? જેવા આનેક મુદ્દાઓ સાથે શિક્ષકોની તત્કાળ ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે તાપી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application