વ્યારાના જેસિંગપુરા વિસ્તારમાંથી આઈશર ટેમ્પો તથા પિકઅપ માં મળી 12 ભેંસો ને કતલખાને લઈ જવાતા બચાવી લેવાઈ હતી.જોકે આ મામકે વ્યારા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર તા.27મી ઓગસ્ટ નારોજ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા ના એનિમલ ઓફિસર રાજેશભાઇ હસ્તીમલ શાહ તથા ચીખલી ના એનિમલ ઓફિસર મહાવીરભાઈ હરખચંદ જૈન ને અંગત બાતમીદાર થકી બાતમી મળી હતી કે,
તાપી જિલ્લાના વ્યારા ના જૈશીંગપુરા ખાતે આવેલ તબેલા માંથી એક આઈશર ટેમ્પો નંબર GJ/26/T/9165 તથા મહેન્દ્ર પિકઅપ ગાડી જેનો નંબર GJ/19/U/3950 માં બાખડી ભેંસો ભરીને મહારાષ્ટ્ર ના ધુલિયા ખાતે આવેલ દેવનાર કતલખાને જવાની છે, જે બાતમીના આધારે તાપી જિલ્લા પોલિસ કંટ્રોલ રૂમ માં જાણ કરવામાં હતી. અને જૈશીંગપુરા ખાતે આવેલ પેટ્રોલ પંપ ઉપર વોચમાં હતા ત્યારે
બાતમી વાળો આઈશર તથા પિકઅપ આવતા પોલીસ ને સાથે રાખી ગાડીઓ રોકી તેમાં તપાસ કરતા આઇસર ટેમ્પો માં 8 તથા પિકઅપ માં 4 ભેંસોને ભયંકર કુરતા પૂર્વક ટૂંકા દોરડે બાંધેલી હતી અને ટેમ્પો માં કોઇપણ પ્રકાર ના ઘાસ ચારો કે પાણી તથા કોઈપણ પ્રકાર ના વેટરનિટી ડોકટર ના કોઈપણ પ્રકાર ના પાસ પરમીટ કે સર્ટિફિકેટ મળી આવ્યા ન હતા જેથી વ્યારા પોલીસ ના માણસોએ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસર ની ફરિયાદ કરી સુરત ખાતે આવેલ આખાખોલ પાંજરાપોળ માં 12 ભેંસોને સુરક્ષિત મુકવામાં આવી હતી..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500