Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા-સોનગઢ નેશનલ હાઇવે માર્ગ પરથી ગેરકાયદેસર પશુઓ ભરેલ ટેમ્પો ઝડપાયો,ચાર જણા સામે ગુનો નોંધાયો  

  • August 27, 2020 

વ્યારા-સોનગઢ નેશનલ હાઇવે પરથી આજરોજ ગેરકાયદેસર રીતે ભરી ટેમ્પોમાં લઇ જવાતા પશુઓને ઉગારી લઇ ચાર ઈસમો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

મળતી માહિતી અનુસાર તા.૨૬મી ઓગસ્ટ નારોજ ટીચકપુરા ત્રણ રસ્તા નેશનલ હાઇવે નં.૫૩ સુરતથી સોનગઢ તરફ જતા રોડ ઉપર શંકાસ્પદ નજરે પડતો એક ટેમ્પો નંબર જીજે/૨૧/ડબ્લ્યુ/૯૫૭૦માં તપાસ કરતા ટેમ્પોમાં ભેંસો નંગ-૬ તથા ભેંસના બચ્ચા નંગ-૨ મળી આવતા હતા. નવસારીના અડદા ગામે રહેતા રમેશભાઇ અર્જુનભાઇ ગાડલીયા નાઓ પાસેથી ભેંસો અને ભેંસના બચ્ચા ખરીદ્યા હોય,ટેમ્પોમાં પશુઓને વગર પાસ પરમીટે, ખીચો ખીચ ભરી કુરતા આચરી તથા ઘાસચારા-પાણીની વ્યવસ્થા ન રાખી, ગેરકાયદેસર રીતે ફેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

 

આ બનાવમાં (૧) ટેમ્પો ચાલક-મુકેશભાઇ ભુપતભાઇ ભરવાડ રહે, રહેવાસી, મરોલી વાળા ગામ તા.જલાલપોર જી.નવસારી,(૨) રમેશભાઇ સેલાભાઇ ભરવાડ ઉ.વ.૨૮ રહે, વિશાલનગર સોસાયટી તા.જી.નવસારી,(૩)રાજુ શ્રીરામ પાટીલ ઉ.વ.૫૮ ધંધો-ખેતી રહેવાસી, પડશે પોસ્ટ-ચૌબારી, તા.અમરનેર જી.જલગાંવ (મહારાષ્ટ્ર) (૪) અશોક શ્રીરામ પાટીલ, ઉ.વ.૫૬ ધંધો-વેપાર રહેવાસી, સુરત દિપાલી પાર્કઘર નં.૧૦૯ ડીડોલી સુરત ચારેય જણા વિરુદ્ધ હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતારાભાઈની ફરિયાદના આધારે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News