Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરા નેશનલ હાઇવે માર્ગ પર ટેમ્પો અડફેટે બાઈક ચાલકનું મોત

  • August 27, 2020 

બાજીપુરા ગામની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ ટેમ્પો અડફેટે બાઈક ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું,બનાવ અંગે વાલોડ પોલિસન જાણ થતા સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી.

 

મળતી માહિતી અનુસાર ઉદય વિશ્વનાથ સિંઘ (ઉ.વ.31) મૂળ રહે,દેવડી પીએસ, બરુન જી.ઔરંગાબાદ(બિહાર) હાલ રહે,પલ્ટો નંબર-78 ગોવાલક નગર,બામરોલી કે.એસ. સોસાયટી પાસે જીએચબી રોડ,પાંડેસરા-સુરત નાઓ આજરોજ પોતાની હીરો પેશન મોટર સાયકલ નંબર જીજે/05/એલપી/1608 ઉપર બેસી સુરતથી વ્યારા ખાતે કામ અર્થે નીકળ્યા હોય,

 

તે દરમિયાન  વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 ઉપર આવેલ મીંડોળા બ્રીજ ઉપર એક આઈશર ટેમ્પો નંબર જીજે/27/ટીટી/2373 ના ચાલકે પોતાનું આઈશર ટેમ્પો પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટર સાયકલને પાછળથી ટક્કર મારતા ઉદય સિંઘ રોડ પર નીચે પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

 

બનાવ અંગે શ્યામ પ્રસાદ દેવીપ્રસાદ પટેલ ની ફરિયાદના આધારે વાલોડ પોલીસે ટેમ્પો ચાલક અનીલકુમાર બાલારામજી આટુટે મૂળ રહે,તાજપુર ગડબડી ચિત્રા મંદિર રાજન નગર પોલીસ ચૌકી તા.જી.ઇન્દોર ( એમપી) હાલ રહે,મકાન નંબર 63 ઈન્દ્રા કોલોની નારોલઅસ્લાલી લાંબા અમદાવાદ વિરુદ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application