ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ માંથી તાપી નદીમાં પાણી છોડવા માટે ખોલવામાં આવેલ ડેમના દરવાજા હાલ પૂરતા બંદ કરવામાં આવ્યા છે. જેને લઈ તાપી નદી ની આસપાસ આવેલ ગામો ના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
હવામાન વિભાગ ની આગાહી વચ્ચે પડી રહેલા વરસાદ ને પગલે ઉકાઈ ડેમ માં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ નું રુલ લેવલ જાળવવા તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું જોકે તા.25મી ઓગસ્ટ નારોજ મોડીસાંજે આશરે 7:00 કલાકે ઉકાઈ ડેમના દરવાજા હાલ પૂરતા બંદ કરી દેવામાં આવ્યા છે, જેને લઈ તાપી નદી ની આસપાસ આવેલ ગામો ના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
હાલ ઉકાઈ ડેમની સપાટી પર એક નજર કરીએ તો તા.25મી ઓગસ્ટ નારોજ રાત્રીના 10:00 કલાકે ઉકાઈ ડેમની સપાટી 333.73 ફૂટ પર પહોચી છે. જયારે ડેમમાં પાણી આવક 61286 કયુસેક છે. તેની સામે હાઇડ્રો માંથી 16926 કયુસેક અને કેનલમાં 1100 કયુસેક મળી આશરે કુલ 18૦26 કયુસેક જેટલું પાણી ડેમ માંથી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500