કુકરમુંડા તાલુકાના બેજ ગામમાં પસાર થતી તાપી નદીના કિનારે વિક્કિભાઈ રમેશભાઈ વાઘની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિક્કીભાઈ રમેશભાઈ વાઘ (ઉ.વ.22) ધંધો,ડ્રાઇવર રહે,શિંદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓ તા.21મી ઓગસ્ટ ના રોજ પોતાની મોટરસાયકલ લઈને પોતાના કામ ઉપર જવા માટે ઘરેથી નીકળ્યા હતા તે સમયે પોતાની મોટરસાયકલ તેઓએ તાપી નદીના પ્રકાશ પુલ ઉપર મૂકી તેઓએ નદીમાં કૂદકો મારેલો હોય અને જેઓની ની લાશ આજરોજ કુકરમુંડા તાલુકાના ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં મળી આવી હતી.સમગ્ર મામલે રમેશભાઈ વાઘની ફરિયાદના આધારે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશન એએસઆઈ અજયસિંગ દાદાભાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application