સોનગઢ તાલુકાના પાથરડા ગામે પિયરમાં આવેલ એક મહિલા સાથે એના પિતા અને બે ભાઈઓ એ ઝગડો કર્યા બાદ મહિલાને ઢોર માર માર્યો હતો. આ સંદર્ભે ઉકાઈ પોલીસ મથકે પિતા અને ભાઈઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ચકવાણ ગામે રહેતા દમુબહેન રાકેશભાઈ ગામીતનું પિયર ઉકાઈ નજીક પાથરડા ગામે આવેલ છે. એઓ પોતાના પતિ અને પરિવાર સાથે રહી ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. દમુબહેન ની માતા એ દમુબહેન ને ફોન કરી જણાવ્યું હતું કે તારા પિતા હોળીયાભાઈ ખાલપાભાઈ ગામીત મારી સાથે ઝઘડો કરે છે અને મારે પણ છે. આ સાંભળી દમુબહેન અને એની દુમદા ગામે રહેતી મોટી બહેન બંને પિયરમાં પાથરડા પહોંચ્યા હતા.
એમને ત્યાં જોઈ પિતા હોળીયાભાઈ એ જણાવ્યું કે, તમે તમારી માતા ને ચઢાવો છો જેથી અહીં આવવું નહિ. જો કે બાદ માં પણ ઝગડા ચાલુ જ રહ્યા હોય ગત તા.20મી એ દમુબહેન અને એમના પતિ પાથરડા ગામે ગયા હતા. જ્યાં રાત્રીના સમયે બાપ-દીકરી વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. આ સમયે પિતા એ દીકરી અને એની માં ને ઢીકમુક્કી નો માર માર્યો હતો.
આ સમયે આવી ચઢેલ ભાઈ એવા મહેશ ગામીતે બહેનને આડેધડ ઢોર માર માર્યો હતો જ્યારે બીજા ભાઈ મહેન્દ્ર એ ફરીયાદી બહેનના પતિ ને માર માર્યો હતો. આ સંદર્ભે ભોગ બનનાર દમુબહેને પિતા અને બંને ભાઈઓ સામે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500