કોરોના વાયરસના કહેર વચ્ચે કોરોનાની સારવાર લઇ રહેલા ઇસરોલી ગામના 51 વર્ષીય આધેડનું તા.23મી ઓગસ્ટ નારોજ કોવિડ-19 જનરલ હોસ્પિટલ-વ્યારા ખાતે મોત નીપજ્યું હતું. આ સાથે સરકારી ચોપડે મૃત્યુ આંક 23 નોંધાયો છે.
બારડોલી તાલુકાના ઇસરોલી ગામના 51 વર્ષીય આધેડનું કોવિડ-19 જનરલ હોસ્પિટલ-વ્યારા ખાતે મોત નીપજ્યું હતું..
તા.24મી ઓગસ્ટ નારોજ બારડોલી તાલુકામાં કોરોનાના વધુ 4 વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 606 થયો છે. જે પૈકી કુલ 462 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 121 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જયારે મૃત્યુ આંક 23 પર પહોચ્યો છે. જયારે આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 148 સેમ્પલ લેવાયા છે.તમામનો રીપોર્ટ પેન્ડીંગ
તા.24મી ઓગસ્ટ નારોજ બારડોલીમાં ક્યાં-ક્યાં કેસ નોંધાયા ??
(1) 23 વર્ષીય યુવતી,રોડ ફળિયું, માંગરોલીયા-બારડોલી,
(2) 29 વર્ષીય યુવક, વંદના નગર,બાબેન-બારડોલી,
(3) 47 વર્ષીય પુરુષ,આકૃતિવિલા-બારડોલી,
(4) 15 વર્ષીય તરુણ, આકૃતિવિલા-બારડોલી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500