નર્મદા જિલ્લામાં માં છેલ્લા દસેક દિવસથી અતિશય વરસાદ પડતાં ખેડૂતો ને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને ફૂલો ની ખેતી કરતા ખેડૂતો ના ખેતરો માં પાણી ભરાઈ જતા ગુલાબ સહિતના ફૂલો ધોવાઈ જતા અછત ના કારણે ફૂલો ના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ ચાલી રહેલા ગણપતિ,મહોરમ અને હવે આવનારા અન્ય તહેવારો ટાણે ભક્તો માટે ફૂલ કે ફૂલ ના હાર ખરીદવા મોંઘા થયા છે.
ફૂલોનો છુટક ધંધો કરતા વેપારી નિખિલચંદ્ર માલીના જણાવ્યા મુજબ અગાઉ ગુલાબ ના ફુલ 40 થી 50 રૂપિયે કિલો અમને મળતા હતા જે હાલ માલ ની અછત માં 400 રૂપિયે કિલો છે તેવીજ રીતે ગલગોટા પણ 30 થી 40 ના કિલો મળતા એ હમણાં 300 રૂપિયા કરતા વધુ ભાવે મળતા હોય ગ્રાહકો ને હાલ તહેવારો માં ફૂલ કે હાર મોંઘા ભાવે આપવા પડે છે.હજુ જો વરસાદ ચાલુજ રહેશે તો આવનારા દિવસો માં હજુ ભાવ વધે તેમ લાગી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application