Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંજાના જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડતી SOG નર્મદા તથા ડેડીયાપાડા પોલીસ 

  • August 23, 2020 

નર્મદા SOG તથા દેડીયાપાડા પોલીસ વાહન ચેકીંગ માં હતી તે દરમિયાન બે વ્યક્તિઓને ગાંજા ના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નર્મદા ના માર્ગદર્શન તેમજ સુચના ના આધારે પોલીસ ઇન્સપેકટર કે.ડી.જાટ.SOG, નર્મદા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.આર.ડામોર દેડીયાપાડા પો.સ્ટે.તથા SOG નર્મદા તથા દેડીયાપાડા પો.સ્ટે.ના સ્ટાફના માણસો કાકરપાડા ગામની સીમમાંથી પસાર થતા સાગબારા થી દેડીયાપાડા જવાના રોડ ઉપર સંયુક્ત વાહન ચેકીંગ દરમ્યાન મો.સા.નં.GJ-26-M-0441 ઉપરથી નૌસાદ કાસમ ખાટીક અને ઝુબેર ન્યાઝૂ પઠાણ બન્ને રહે.અક્કલકુવા,જી.નંદુરબાર( મહારાષ્ટ્ર )ને માદક પદાર્થ ગાંજો ૧ કિલો ૫૦૦ ગ્રામ કિં.રૂ.૧૫,૭૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૪૦૦૦ /તથા મો.સા.નંગ-૧ કિં.રૂ.૨૦,૦૦૦/ મળી કુલ કિં.રૂ.૩૯,૭૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી દેડીયાપાડા પો.સ્ટે.માં NDPS એક્ટ મુજબ નો ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application