Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નદીમાં માછલી પકડવા ગયેલો આધેડ ગુમ

  • August 23, 2020 

વ્યારા તાલુકાના બોરખડી ગામના કાલકાઈ ફળીયામાં રહેતા 57 વર્ષીય નારણભાઈ ભીખાભાઈ ચૌધરી નાઓ 21મી ઓગસ્ટ નારોજ બેલ્દા ગામની સીમમાં આવેલ સ્મશાન નજીકથી પસાર થતી ગુણવંતી નદીમાં માછલી પકડવા માટે જાળ લઈને ગયેલ તે દરમિયાન પરત ઘરે ન આવતા ગુમ થયેલ હોય,જેની તપાસ કરતા આજદિન સુધી મળી આવેલ ન હોય ગુમ થનાર ઇસમના પરિવારજનોએ વાલોડ પોલીસ મથકે જાણ કરી હતી. ગુમ થનાર શરીરે મધ્યમ બાંધાના રંગે શ્યામવર્ણનો ઉંચાઈ 5 ફૂટ 4 ઇંચ,તથા શરીરે સફેદ કલરનું જુનું ચોકડી વાળું શર્ટ તથા કમરે ચોકલેટી કલરનો પેન્ટ તથા બ્લ્યુ કલરનો રેઇનકોટ પહેરેલ છે.તથા બંને પગની આંગળીઓ અંદરની તરફ વળેલ છે.પગમાં ચંપલ પહેરેલ નથી,ગુમ થનાર વર્ણન વાળો ઇસમ ક્યાંક નજરે પડે તો વાલોડ પોલીસ સ્ટેશનનો ટેલીફોન નંબર:02625-220048 પર જાણ કરવી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application