કાતિલ કોરોના ના કહેર વચ્ચે નવા 7 કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા22મી ઓગસ્ટ નારોજ જીલ્લાના વ્યારા તાલુકામાં જ કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 253 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ 16 દર્દીઓના મોત નિપજ્યા છે. તા.22મી ઓગસ્ટ નારોજ વધુ 5 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે.કુલ 206 દર્દીઓ ડીસ્ચાર્જ થયા,હાલ 31 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તાપી જીલ્લામાં કોરોનાના કેસ ક્યાં-ક્યાં નોંધાયા ?? એક નજર કરીએ
(1) 37 વર્ષિય મહિલા,વિપુલપાર્ક સોસાયટી-વ્યારા
(2) 75 વર્ષિય મહિલા,વિપુલપાર્ક સોસાયટી-વ્યારા
(3) 33 વર્ષિય પુરુષ,સુરતી બજાર-વ્યારા
(4) 39 વર્ષિય પુરુષ,સેવાસદન-વ્યારા
(5) 48 વર્ષિય પુરુષ,આહુજા એપાર્ટમેન્ટ-વ્યારા
(6) 69 વર્ષિય પુરુષ,હનુમાન ગલી માલીવાડ-વ્યારા
(7) 27 વર્ષિય પુરુષ,વૃદાવનધામ સોસાયટી,કાનપુરા-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500