Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈકની પેટ્રોલ ટાંકી અને સીટ નીચે દારૂ સંતાડી લઇ જતો ખેપીયો ઝડપાયો,એક વોન્ટેડ

  • August 22, 2020 

મોટર સાયકલની પેટ્રોલ ટાંકી અને સીટ નીચે ચોરખાનું બનાવી દારૂ સપ્લાય કરતા એક ખેપિયાને જીલ્લા એલસીબીએ ઝડપી પાડી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ તાપી એલસીબી શાખામાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતભાઈને મળેલ બાતમીના આધારે તા.20મી ઓગસ્ટ નારોજ ડોલવણ તાલુકાના બામણામાળ દુર ગામના ગામીતમાં ફળીયામાં કનુભાઈ જગુભાઈ પટેલના ત્યાં જીલ્લા એલસીબીએ દરોડા પાડ્યા હતા. દરમિયાન એક કાળા કલરની યુંનીકોન મોટર સાયકલ નંબર જીજે/05/ડીપી/6387 માં તપાસ કરતા મોટર સાયકલના ચોરખાનામાંથી જુદીજુદી બનાવટની શીલબંધ દારૂની કુલ બાટલીઓ મળી આવી હતી, આ બનાવમાં હેડકોન્સ્ટેબલ લેબજીભાઈની ફરિયાદના આધારે આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ દારૂ.મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કનુભાઈ પટેલની અટક કરવામાં આવી હતી જયારે અનીલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી બંને ઈસમો સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપસ હાથ ધરવામાં આવી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application