Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં તા.૨૪ ઓગસ્ટે યોજાનારી "ગુજકેટ" ની પરીક્ષા સંદર્ભે બહાર પડાયુ જાહેરનામુ

  • August 22, 2020 

આગામી તા.૨૪/૮/૨૦૨૦ના રોજ ડાંગ જિલ્લામાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૦ (ગુજકેટ) યોજાનાર છે. જે સંદર્ભે પરીક્ષાર્થીઓ નિર્ભીક રીતે પરીક્ષા આપી શકે, કોઈ પણ પ્રકારની ગેરરીતિને અવકાશ ન રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યા વિસ્તારના ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા બાબતે સુચના આપવામાં આવી છે.

 

ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર દ્વારા જારી કરાયેલા એક જાહેરનામાં અનુસાર ડાંગ જિલ્લામાં તા.૨૪/૮/૨૦૨૦ના રોજ યોજાનાર "ગુજકેટ"ની પરીક્ષા (૧) દીપદર્શન હાઇસ્કુલ-આહવા, તથા (૨) એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ-આહવા ખાતે યોજાનાર છે. જેથી આ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર વિસ્તાર સહિત આહવા વિસ્તારના તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. આ હુકમ તા.૨૪/૮/૨૦૨૦ના રોજ સવારના ૮ વાગ્યાથી ૨૪ વાગ્યા સુધી અમલી રહેશે. જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. 

 

ઉલ્લેખનીય છે કે, "ગુજકેટ"ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના ૩૨૨ તથા અંગ્રેજી માધ્યમના ૧૭ મળી કુલ ૩૩૯ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જેઓ તા.૨૪/૮/૨૦૨૦ના રોજ આહવા ખાતેના બે પરીક્ષા કેન્દ્રો ઉપર જુદા જુદા ૩ સેશનમાં પરીક્ષા આપશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application