નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ચુલી(ઉદાલી) ગામે રીઝર્વ ફોરેસ્ટના કમ્પાર્ટમેંટમાં પ્રવેશ કરી ૮૦૦ વાંસ ના રોપઓ કાપનાર એકજ પરિવાર ના ચાર વિરુદ્ધ વન વિભાગના કર્મચારી એ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા ટુરિઝમ સેન્ટર માં ફરજ બજાવતા ઉમંગભાઇ ફતેસીંગભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ(૧)શૈલેશભાઇ છોટુભાઇ વસાવા (૨) વિમલાબેન શૈલેશભાઇ વસાવા તથા(૩) પ્રિયંકાબેન શૈલેશભાઇ વસાવા(૪) પ્રેમિલાબેન છોટુભાઇ કાલીદાસ ભાઇ વસાવા,તમામરહે- મોટી અલમાવાડી તા.દેડીયાપાડા એ ગતરોજ રીઝર્વ ફોરેસ્ટના કમ્પાર્ટમેંટમાં પ્રવેશ કરી ૮૦૦ વાંસના રોપાઓને કાપી સરકારી પ્રોપર્ટીને નુકશાન કરી ગુનો કરતા આ ફરિયાદ બાદ દેડીયાપાડા પોલીસે આ ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application