Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના યુવાને કરી નાખ્યું ન કરવા જેવું, મહારાષ્ટ્રની યુવતીએ નદીના પુલ પરથી પાણીમાં ઝંપલાવ્યું અને મામલો પહોચ્યો પોલીસ મથકે

  • August 20, 2020 

ઉચ્છલના યુવાને એક યુવતીને નિર્વસ્ત્ર કરી મોબાઇલથી વિડીયો બનાવતો હતો તે સમયે યુવતીએ વિરોધ કરતાં યુવાન ત્યાંથી ભાગી ગયો હતો. જેથી પોતાની ઇજ્જત જવાની બીકે યુવતીએ નદીના પુલ ઉપર પહોંચી હતી અને ત્યાંથી પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે ત્યાં માછીમારોએ યુવતીને બચાવી લીધા બાદ 181 મહિલા હેલ્પલાઈન ટીમને જાણ કરવા આવતા સમગ્ર મામલો ઉચ્છલ પોલીસ મથકે પહોચ્યો હતો.
 
તાપી જીલ્લા અને ઉચ્છલ તાલુકાની સરહદને અડીને આવેલ પાડોશી મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર  તાલુકાના કરંજવેલ વિસ્તાર રહેતી એક 18 વર્ષીય યુવતી તા.18મી ઓગષ્ટના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે હાજર હતી ત્યારે તેનો મિત્ર અંકેશભાઈ રહે,નારણપુર ગામ,તા-ઉચ્છલ-તાપીના ઓએ યુવતીના મોબાઈલ ઉપર ફોન કરી જણાવ્યુ હતું કે,હું દારૂ પીવાનો છું તું પાણી લઈને ઘરની બહાર આવ જેથી યુવતી ઘરની બહાર આવતા અંકેશ યુવતીને બળજબરી મોટરસાયકલ ઉપર બેસાડી મોગલબારાના જંગલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બળજબરીથી યુવતીના કપડાં ઉતારી નગ્ન કરી મોબાઈલ ફોનમાં વિડીયો ઉતાર્યો હતો. જેથી યુવતીએ વિરોધ કરી બૂમાબૂમ કરતાં અંકેશ તથા તેની સાથે આવેલ અન્ય યુવાન ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ આ યુવતી ચાલતી ચાલતી અંકેશના ઘરે પહોંચી હતી. ત્યાંથી પણ તેને કાઢી મૂકવામાં આવી હતી. જેથી પોતાની ઇજ્જત જવાની બીકે તે નેસુ નદીના પુલ ઉપર પહોંચી હતી અને ત્યાંથી પાણીમાં ઝંપલાવ્યું હતું જોકે ત્યાં માછીમારી કરતાં યુવાનોએ આ યુવતીને બચાવી લીધી હતી અને ત્યાંથી મહિલા હેલ્પલાઇન 181 ઉપર ફોન કરતાં આ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. અને યુવતીને ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા.બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ આપવાનું જણાવતા યુવતી અને તેના પરિવારજનોને જણાવેલ કે,બનાવ મહારાષ્ટ્રના નવાપુર ગામના કરંજવેલ વિસ્તાર બન્યો હોવાનું જણાવતા ઉચ્છલ પોલીસે નવાપુર ખાતે ફરિયાદ કરવાની સમજ આપી હતી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News