ગુજરાતની શાળાઓમા્ં કોરોનાની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈનને અનુસરવાના હેસુતર પરીપત્ર બહાર પાડવામાં આવશે. કોરોનાની દહેશત વચ્ચે અત્યારથી જ તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે ખાસ કરીને અગાઉ બે વર્ષ સુધી શાળાઓ કોરોનાના કારણે બંધ રહી હતી. અત્યારે ચીન સહીતના દેશોમાં કોરોનાનો હાહાકાર છે ત્યારે અત્ચારથી જટ નવા વેરીયન્ટને લઈને સાવચેતી રાખવી જરૂરી છે.
ગુજરાતની શાળાઓમાં કોરોનાની માર્ગદર્શિકા અંગે ટૂંક સમયમાં પરિપત્ર બહાર પાડશે તેમાં બની શકે છે માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ સહીતના નિયમોને લઈને ગાઈડલાઈન જારી કરી શકાય છે. કેમ કે, અગાઉ આજ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. ચીનમાં ગભરાટનું વાતાવરણ છે, પરંતુ ફરી એકવાર ભારતમાં પણ કોરોના કેસો સામે આવી રહ્યા છે.
32 હજાર પ્રાથમિક શાળાઓ માર્ગદર્શિકાનું પાલન કરશે
રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓ કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ કોવિડ માર્ગદર્શિકા શાળાઓમાં લાગુ કરવામાં આવશે. માર્ગદર્શિકાના અમલ માટે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચનાઓ આપ્યા છે. માર્ગદર્શિકાના અમલ માટે જિલ્લાવાર શિક્ષણ અધિકારીઓ ટૂંક સમયમાં પરિપત્ર બહાર પાડશે. માસ્ક,સેનિટાઈઝર અને સામાજિક અંતરના પાલન અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવશે.
કેટલીક સ્કૂલોમાં બાળકો જોવા મળ્યા માસ્ક સાથે
શાળા કેમ્પસ ફરી એકવાર કોરોનાને લઈને એલર્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ફરી એકવાર કોરોનાને લઈને શાળા પરિસરને એલર્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદની વિજયનગર સ્કૂલમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. કોરોના ગાઈડલાઈન્સના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને શાળામાં તે મુજબનું વર્તન કરવા સૂચના આપવામાં આવી રહ્યું છે.
સ્કૂલ કોલેજમાં મોટી સંખ્યામાં આવે છે
વિદ્યાર્થીઓ કોરોનાનો નવો વેરીયન્ટ ખૂબ જ ઝડપથી તેનું સ્વરૂપ બદલી નાખે છે. ત્યારે તેને જોતા સતર્ક રહેવું પણ જરુરી છે, ખાસ કરીને સ્કૂલો અને કોલેજોમાં કોરોના વાયરસ આવતા મુશ્કેલી સર્જાઈ શકે છે. કેમ કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોજ સ્ટડી માટે આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500