Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા-નિઝર-કુકરમુંડા-વાલોડના કેટલાક વિસ્તારને  Containment Area તરીકે જાહેર કરાયો

  • August 16, 2020 

તાપી જિલ્લામાં વ્યારાના શંકર ફળિયામાં COVID-19 ના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.હાલાણીએ એક જાહેરનામા દ્વારા  તા.૧૪/૦૮/૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી

વ્યારામાં નવી વસાહત ચૌધરી ફળિયુ ઘરન. ૪૩૨ની વસ્તી ૫ને COVID-19 Containment Area તથા ચૌધરી ફળિયુ ઘર ૩ વસ્તી ૧૦ને બફરઝોન તથા વૃંદાવાડી નરેશ સમોસાની લાઈન ૪ઘર વસ્તી ૧૩ને Containment Area તથા અંબામાતા મંદિર સામેની ગલી ૫ ઘર વસ્તી ૨૦ને બફરઝોન જાહેર કરવામાં આવેલ છે. જ્યારે તા.૧૫/૦૮/૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધીરામા રિજન્સી ગોલવાડ  મેઈન રોડ ૩ઘર વસ્તી ૧૩ ને Containment Area તથા મેઈન રોડના ૫ઘર વસ્તી ૧૭ને બફરઝોન જાહેર કરાયા છે.

નિઝરના વેલ્દામાં ભવાની મંદિર ફળીયું.૧ ૧૦ ઘર વસ્તી ૪૪ને Containment Area તથા મંદિર ફળીયું.૨ ૧૦ઘર વસ્તી ૬૫ને બફરઝોન જાહેર કરાયા છે.  નિઝરના દેવાળામાં રાજપુત ફળિયુ.૧માં ૭ઘર વસ્તી ૩૦ ને Containment Area તથા ફળિયુ.૨માં ૬ઘર વસ્તી ૨૨ને બફરઝોન જાહેર કરાયા છે.

વાલોડમાં ભવાનીનગર.૧માં ૭ઘર વસ્તી ૨૭ને Containment Area તથા ભવાનીનગર.૨માં ૨૫ઘર વસ્તી ૧૧૨ને બફરઝોન જાહેર કરાયા છે. જ્યારે તા.૧૪/૦૮/૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી

કુકરમુંડાના આમોદમાં સરપંચ ફળિયુ.૧માં ૮ઘર વસ્તી ૪૯ ને Containment Area તથા ફળિયુ.૨માં ૮ઘર વસ્તી૩૫ ને બફરઝોન જાહેર કરાયા છે. Containment Area તરીકે જાહેર કરાયેલ આ વિસ્તારોમાં  જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ આ વિસ્તારમાં એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ આરોગ્ય ટીમ ધ્વારા થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. ભારત સરકારશ્રીના Containment Area વિસ્તારમાં કરવાની થતી તમામ કાર્યવાહીની તમામ સુચનાઓની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. આવશ્યક સેવાઓના પુરવઠા સબંધિત આ વિસ્તારના એક જ એન્ટ્રી/ એકઝીટ પોઈન્ટ ખુલ્લો રાખવાનો રહેશે.

Containment Area તરીકે જાહેર કરાયેલ  બફર ઝોન વિસ્તારોમાં (Buffer Zone) તરીકે જાહેર કરી આ ઝોનની હદોને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application