Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગંદકી મુકત ભારત અભિયાન ઉજવણીનું આયોજન સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે

  • August 08, 2020 

Tapi mitra news:સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશને તા.૦૨/૧૦/૨૦૧૯ ના રોજ ખુલ્લામાં શૌચક્રિયા મુકત(ઓડીએફ) જાહેર કરવામાં આવ્યો છે. રાજયના તમામ ગામોમાં સ્વચ્છતા કાયમી ધોરણે થાય અને ગામના તમામ ફળિયા/ગામના પેટા પરા જેવા તમામ વિસ્તારો સ્વચ્છ અને સુંદર બને તે જ ધ્યેય સાથે સ્વચ્છતા ઝુંબેશને નિરંતર આગળ વધારવાની કામગીરી હાથ ધરવાની થાય છે. ભારત સરકાર દ્વારા ગંદકી મુકત ભારત અભિયાનની ઉજવણીનું આયોજન તા.૦૮/૦૮/૨૦૨૦ થી તા.૧૫/૦૮/૨૦૨૦ દરમિયાન કરવામાં આવનાર છે. જે અંતર્ગત નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પરીકના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં ગંદકી મુકત ભારત અભિયાન ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે જેમાં તા.૦૮/૦૮/૨૦ ના રોજ સરપંચશ્રીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ઇ-રાત્રિ સભાનું આયોજન, તા.૦૯/૦૮/૨૦ સરપંચશ્રીની આગેવાની હેઠળ પ્લાસ્ટીકને એકત્રિત અને અલગ કરવું, તા.૧૦/૦૮/૨૦ ગામમાં શ્રમદાનની પ્રવૃત્તિઓ દ્વારા જાહેર મકાનને સાફસફાઇ સાથે વ્હાઇટ વોશ કરવો. અને ઓડીએફ પ્લસના શિક્ષણ અને જાગૃતિ માટે એસબીએમ મોબાઇલ એક્રેડમીનો આરંભ કરવા ઉપરાંત આઇવીઆર આધારિત ટેકનોલોજીનો આધારે ઓડીએફ પ્લસના જ્ઞાન અને જાણકારી મેળવવા માટે ટોલ ફ્રી નં-૧૮૦૦૧૮૦૦૪૦૪ પર ફોન કરવા સ્વચ્છતાગ્રાહીઓને પોત્સાહિત કરવાના રહેશે તા.૧૧/૦૮/૨૦ ગ્રામ્યકક્ષાએ જાહેર સ્થળો/દીવાલો પર વોલ પેઇન્ટીંગનું આયોજન, તમામ ગામોમાં કોવિડ-૧૯ હેઠળ જરૂરી સાવચેતી રાખવા સુનિશ્રિત કરવાનું રહેશે.તા.૧૨/૦૮/૨૦ ગ્રામ્યકક્ષાએ શ્રમદાન અને વૃક્ષારોપણનું આયોજન. તા.૧૩/૦૮/૨૦ ગંદકીમુકત મારુ ગામ ના થીમ પર ઓનલાઇન ચિત્ર સ્પર્ધા (ધોરણ ૬ થી ૮), નિબંધ સ્પર્ધા (ધોરણ-૯ થી ૧૨) નુ આયોજન. તા.૧૪/૦૮/૨૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અંગેનું આયોજન. તા.૧૫/૦૮/૨૦ ના રોજ  સામાન્યસભામાં ગામને ઓડીએફ પ્લસ ઘોષિત કરવાનું રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application