Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લા પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસે રૂા.૧૭૫૦૦/- નો દંડ વસૂલ કરાયો

  • August 08, 2020 

Tapi mitra news:કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા અનલોક-૦૩ નો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તા.૭ ઓગષ્ટ સુધી નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી કલમ ૧૮૮ આઇપીસી કલમ ૧૩૫ ગુજરાત પોલીસ ઍકટ ૧૯૫૧ હેઠળ આજદિન સુધી ૧૩૪૩૯ સામે ઍફ.આઇ.આર. તેમજ ૧૫૦૬૩ વ્યકિતઓની અટકાયત કરવામાં આવી છે તા.૦૭ ઓગષ્ટના રોજ જિલ્લામાં ૦૮ વાહનો ડીટેઇન કરાયા હતા. તેમજ વાહનચાલકો પાસે રૂ.૧૭૫૦૦/- નો દંડ વસૂલ કરાયો હતો. શહેરીજનોને અનલોક-૦૩ નું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ નવસારી જિલ્લા પોલિસ દ્વારા કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application