Tapi mitra news:૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્ય સરકારે જાહેર કરેલ સુચના અન્વયે કોરોના મહામારીના કારણે જિલ્લાના મુખ્ય મથક પર ઉજવવાનું નિયત કરેલ હોય નવસારી જિલ્લાનો ૧૫મી ઓગસ્ટનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લુન્સીકુઇ મેદાન, નવસારી ખાતે યોજાશે. નવસારી જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે આરોગ્ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) ના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. પોલીસ દળ, હોમ ગાર્ડ અને ઍન.સી.સી. કેડેટ દ્વારા પરેડ કરવામાં આવશે.આ પ્રસંગે કોવીડ-૧૯ની મહામારી ધ્યાને લેતાં વધુ સંખ્યામાં લોકો ઍકત્રીત ન થાય, સોશ્યિલ ડીસ્ટન્સીંગ, માસ્ક પહેરવાના ધારાધોરણનું પાલન કરવા અને સિમિત સંખ્યામાં આમંત્રીતો ભાગ લે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે રાજ્ય સરકારે ૧૫મી ઓગસ્ટની ઉજવણીના અર્થે સુચનાઓના અમલીકરણ માટે ખાસ ભાર મુક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application