Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે આદિજાતિ વિકાસ સહિત વિવિધ બેઠકો યોજાઈ

  • June 26, 2020 

Tapi mitra news:રાજ્યના વન અને આદિજાતિ વિકાસ તથા ડાંગ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકર ના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લા સેવાસદન આહવા ખાતે સવારે ૧૧-૦૦ કલાકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી,કલેકટરશ્રી એન.કે.ડામોર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે. વઢવાણિયા તથા જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આદિજાતિ વિકાસ મંડળ,આયોજનના કામોની સમીક્ષા,વૃક્ષા રોપાણ,પાણી પુરવઠા અને સુજલામ સુફલામ સિંચાઇ,મનરેગા ના કામો અંગે બેઠક યોજાઇ હતી.        મંત્રીશ્રી રમણલાલ પાટકરે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ સામે જંગ લડીને  રાજ્યમાં સૌપ્રથમ કોરોનામુક્ત બનેલા ડાંગ જિલ્લાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. સાથે સાથે કોરોના મહામારીમાં કામ કરનાર સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની ટીમની કામગીરીને બિરદાવી હતી. મંત્રીશ્રી પાટકરે જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે તમામ કામો આયોજનપૂર્વક અને સમયસર થાય તથા લોકોની કોઇ ફરિયાદ ન રહે તે મુજબ કામો કરવા જોઇએ.ચોમાસા દરમિયાન કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે સૂચન કર્યું હતું.ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરે પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકરનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં આદિજાતિ વિકાસ મંડળના કામો, આયોજન મંડળ,વૃક્ષારોપાણ પાણી પુરવઠા,મનરેગા,સુજલામ સુફલામ સંચાઈના કામોની સમીક્ષા કરવાની રહેશે. સબંધીત અમલીકરણ અધિકારીશ્રીઓએ બાકી રહેતા કામો આગામી ડિસેમ્બર માસ સુધીમાં પુરા કરવાના રહેશે.       જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ડેરી વિકાસને વેગ મળ્યો છે.ડાંગ જિલ્લાને ગત વર્ષે ૪૭ કરોડની આવક દૂધમાંથી મળી હતી. કુલ ૪,૮૬૩ સભાસદો પશુપાલન વ્યવસાયમાં જોડાયા છે.પ્રાયોજના વહીવટદારશ્રી કે.જી.ભગોરાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮-૧૯ માટે ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂા.૧૦.૬૬ કરોડના ખર્ચે  પાક વ્યવસ્થા,પશુપાલન, વન વિકાસ,સહકાર,માર્ગ અને પુલ,આવાસ,પોષણ જેવા કુલ- ૧૮૧ કામો મંજૂર થયેલા હતા જે પૈકી ૧૫૭ કામો પુર્ણ કરવામાં આવ્યા છે. અને ૧૫ કામો પ્રગતિ હેઠળ છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૦.૭૩ કરોડના ખર્ચે કુલ ૧૯૭ કામોની વહીવટી મંજૂરી અપાઇ હતી. જે પૈકી ૧૦.૭૨ કરોડ ના ખર્ચે ૧૫૯ કામો પૂર્ણ કરાયા છે અને ૨૫ કામો પ્રગતિ હેઠળ છે. જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧ માં કૃષિ,પશુપાલન,ડેરી વિકાસ , ગ્રામવિકાસ,સિંચાઇ, પોષણ, શ્રમ અને રોજગાર જેવા કામો કરવામાં આવશે જેમાં આહવા તાલુકામાં ૬.૪૪ કરોડના ૧૧૬ કામો,વઘઇ તાલુકામાં ૪.૨૭ કરોડના ૮૩ કામો અને સુબિર તાલુકામાં ૩.૬૩ કરોડના ખર્ચે ૭૮ કામોનું આયોજન કરાયું છે.         જિલ્લા આયોજન અધિકારી અને નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોરે જણાવ્યું હતું કે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવેકાધિન જોગવાઇ,પ્રોત્સાહક યોજના,ધારાસભ્ય ફંડ,વિકાસશીલ તાલુકા,રાષ્ટ્રિય પર્વ,એમ.પી.ફંડ,એ.ટી.વી.ટી.યોજના જેવી તમામ યોજનાઓ ૨૪.૧૦ કરોડના ખર્ચે ૬૪૭ કામોની વહીવટી મંજૂરી અપાઇ હતી. જે પૈકી ૨૦.૮૦ કરોડના ૬૦૦ કામો પૂર્ણ કરાયા છે. ૪૭ કામો પ્રગતિ હેઠળ છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૨૩.૮૦ કરોડના ખર્ચે ૬૩૬ કામોની વહીવટી અપાઇ હતી જે પૈકી ૧૪.૮૦ કરોડના ખર્ચે ૪૧૦ કામો પૂર્ણ અને ૨૨૪ પ્રગતિ હેઠળ છે.          કાર્યપાલક ઈજનેરશ્રી પાણી પુરવઠા શ્રી ડી.બી.પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે માત્ર ૨ ગામોને જ ટેન્કર દ્વારા પાણી પુરૂ પડાયું હતું. ઉનાળાની સિઝનમાં પાણીના સ્તર નીચા જવાના કારણે પાણીની મુશ્કેલી ઉભી થાય છે. મંત્રીશ્રી પાટકરે કુવા-બોર રીચાર્જ કરવા સૂચન કર્યું હતું.ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષકશ્રી અગ્નીશ્વર વ્યાસે જણાવ્યું હતું કે આગામી ઓગષ્ટ માસ દરમિયાન વનમહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં બંને વન વિભાગ મળીને કુલ ૩૦ લાખની વધુ વૃક્ષો વાવવામાં આવશે. કાર્યપાલક ઈજનેરશ્રી બી.બી.પટેલે જણાવ્યું હતું કે સુજલામ સુફલામ સિંચાઇ યોજના અંતર્ગત કુલ ૨૨૦ કામો પૈકી ૨૦૮ કામો પૂર્ણ થયેલ છે.નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં મનરેગા યોજના હેઠળ ૨૬૮ કામો ૬૬ ગ્રામ પંચાયતો દ્વારા કામો ચાલુ છે. જેમાં ૫૦૦૬ જેટલા લોકો રોજગારી મેળવી રહયા છે. પી.એમ.આવાસ યોજના હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૧૯૦ ના લક્ષ્યાંક સામે ૬૨ ટકા પૂર્ણ થયેલ છે. જ્યારે ૧૯-૨૦ માં ૨૨૫૦ નો લક્ષ્યાંક છે.            મંત્રીશ્રી પાટકર સહિત મહાનુભાવોએ પશુ સારવાર માટે ડાંગ જિલ્લાને ફાળવવામાં આવેલ મોબાઇલ વાનનું લોકાર્પણ કર્યું હતું. સમગ્ર ડાંગ જિલ્લામાં કુલ ૯ વાન ફાળવવામાં આવેલ છે. જે પૈકી આજરોજ જિલ્લા સેવાસદન ખાતેથી શુભારંભ થયો હતો. પશુધનના આરોગ્ય ની તકેદારી રાજ્ય સરકાર લઇ રહી છે. ત્યારે ૧૯૬૨ નંબર ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી પશુ સારવાર માટે વેટરનરી ડોકટર ની ટીમ વાન સાથે આવી પહોંચશે.આજરોજ યોજાયેલી બેઠકમાં આહવા,વઘઇ,સુબીર તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ,પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીત,માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર શ્રી જે.કે.પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટેલ, મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application