Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતેની પ્રાથમિક શાળામાં જિલ્લાની વિવિધ શાળાના 300 વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી

  • January 03, 2024 

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ખાતેની પ્રાથમિક શાળામાં ભરૂચ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ તેમજ બાળ નાટય અને નૃત્ય નાટીકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજ્ય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરૂચ સંચાલિત જિલ્લા કક્ષાના બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નાટય અને નૃત્ય નાટીકા સ્પર્ધાનાં આયોજન જુના બોરભઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાના ૭થી ૧૩ વર્ષના બાળકોએ ચિત્રકલા, નિબંધ, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકનૃત્ય, નાટક, ભજન સહિતની સ્પર્ધાઓમાં અંદાજીત ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application