અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી ડીસીપી ઝોન-3 સ્ક્વોડ દ્વારા ત્રણ યુવકોને રૂપિયા 100 અને 200નાં દરની કુલ 292 જેટલી બનાવટી ચલણી નોટો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશનાં બુરહાનપુરથી બે યુવકો અમદાવાદ બનાવટી ચલણી નોટો સપ્લાય કરવામાં આવ્યા હતા. આ કેસની તપાસમાં અન્ય આરોપીઓ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ ડીસીપી ઝોન-3 સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, કાલુપુર રેલવે સ્ટેશનથી બે યુવકો બનાવટી ચલણી નોટો સપ્લાય કરવા માટે આવ્યા છે.
જેના આધારે પોલીસે શનિવારે સાંજે વોચ ગોઠવીને સરાફતહુસૈન અંસારી અને ફરદીનખાન પઠાણ (બંને રહે.બુરહાનપુર, મધ્યપ્રદેશ) તેમજ સંજય ખખરાણી (રહે.કુબેરનગર)નાંને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન સરાફતહુસૈન અને ફરદીન પાસેથી પોલીસને રૂપિયા 100નાં દરની 173 અને રૂપિયા 200નાં દરની 114 બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જેની સંજય ખખરાણીને આપવાની હતી. વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે મોહંમદ હકીમ અંસારીએ તેમને આ બનાવટી નોટો લઇને અમદાવાદ મોકલ્યા હતા. જે તેમની પાસેથી લઇને સંજય નામનો વ્યક્તિ કુબેરનગરમાં રહેતા અમર દંતાણીને આપવાનો હતો. ઝડપાયેલા યુવકો અગાઉ પણ બનાવટી ચલણી નોટો સપ્લાય કરી ચુક્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application