મધ્યપ્રદેશનાં રાયસેન જિલ્લામાંથી એક દુર્ઘટના ઘટી છે. નદીમાં ન્હાવા ગયેલા બે કિશોર છોકરા સહિત 3 લોકોનાં ડૂબી જવાથી મોત થઈ ગયા છે. પોલીસે આજે આ વાતની જાણકારી આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ગતરોજ સાંજે જિલ્લા મુખ્યાલયથી લગભગ 120 કિમી દૂર ઉદયપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના છાતેર ગામમાં બની હતી. ઉદયપુરા પોલીસ સ્ટેશનના પ્રભારી હરિઓમ અષ્ઠાનાએ જણાવ્યું કે, બે 13 વર્ષનાં છોકરાઓ અને એક 21 વર્ષનો પુરુષ તેંડુની નદીમાં નહાવા ગયા હતા. જ્યાં તેઓ ડૂબી ગયા છે. પોલીસે જણાવ્યું કે ત્રણેય મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે. આ અગાઉ ઉત્તરપ્રદેશનાં રાયબરેલી જિલ્લાનાં દીન શાહ ગૌરા બ્લોક વિસ્તારના એક ગામમાં તળાવમાં ન્હાતી વખતે પાંચ બાળકોના ડૂબી જવાથી મોત થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. તમામ મૃતક બાળકોની ઉંમર 7થી 12 વર્ષની હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application