ભાગલપુરમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો. ત્યાં ટ્રેક્ટર અને ઓટો વચ્ચે જોરદાર અથડામણ થઈ. આ ઘટના ભાગલપુર જિલ્લાનાં રંગરા વિસ્તારની છે. ભાગલપુરના નવગછિયાના રંગરા વિસ્તાર અંતર્ગત નેશનલ હાઈવે 31 પર ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો. ઘટનામાં 3 લોકોનાં મોત નીપજ્યા અને 6 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. અરરિયાથી ભાગલપુર તમામ મુંડન સંસ્કાર માટે આવ્યા હતા. અરરિયા પરત ફરતી વખતે રંગરા ચોક નજીક સામેથી ફુલ સ્પીડે આવી રહેલી ટ્રકે ઓટોને ટક્કર મારી દીધી. મૃતકોની ઓળખ અરરિયાના દેવેન્દ્ર યાદવ, તેમની માતા સંધ્યા દેવી, સાસુ ચંદા દેવી તરીકે થઈ છે. દેવેન્દ્રના પુત્ર મુકેશના મુંડન સંસ્કાર કરીને તમામ પાછા ફરી રહ્યા હતા.
ઈજાગ્રસ્તોની પીએચસીમાં સારવાર કરાવવામાં આવી ત્યાંથી બે ની ગંભીર સ્થિતિ જોતા તેમને જેએલએનએમસીએચ રેફર કરી દેવાયા છે. મૃતકોના મૃતદેહને રંગના પોલીસે જપ્ત કરી પોસ્ટમોર્ટમ માટે નવગછિયા અનુમંડલ હોસ્પિટલ મોકલી દીધા છે. મૃતકના ભાઈએ જણાવ્યુ કે આ લોકો પૂજા કરવા માટે ગંગા નદી કિનારે આવ્યા હતા. સવારે ટ્રક સાથે ટક્કર થઈ ગઈ જેના કારણે ત્રણેયના મોત નીપજ્યા. ઘટનામાં ઈજાગ્રસ્તોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃતકોના નામ દેવેન્દ્ર યાદવ, સુગિયા દેવી, ચંપા દેવી છે. મુંડન માટે તમામ કુપ્પા ઘાટ આવ્યા હતા. બાળકનું મુંડન હતુ. તેમણે કહ્યુ કે મારા ભાઈના પુત્રનું મુંડન હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500