કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજરોજ વ્યારમાં 3 કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા.16મી ઓગસ્ટ નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા છે. જેમાં વ્યારાના મેઈન રોડ,ગોલવાડમાં 61 વર્ષીય પુરુષ,વ્યારાના ઘાટ ગામના માસીર ફળીયામાં 36 વર્ષીય પુરુષ,વ્યારા-મુસારોડ ગણેશનગરમાં 75 વર્ષીય પુરુષ મળી કુલ 3 કેસ નોંધાયા છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 219 પર પહોંચી ચુક્યો છે. આજરોજ વધુ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે આ સાથે જીલ્લામાં કુલ 182 જણાને ડિસ્ચાર્જ કરાયાં છે. જયારે મૃત્યુ આંક 14 થયો છે, જિલ્લામાં કુલ 23 કેસ એક્ટીવ હોવાનું જણાવ્યું છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application