નવસારી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશની જાબુવા ગેંગના 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા જયારે આ ગેંગે દક્ષિણ ગુજરાતમાં 16 સહિત રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ અનેક ચોરીના ગુનાહ કર્યાની કબૂલાત કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી એલ.સી.બી પોલીસને ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા મળેલ બાતમી મુજબ નવસારી બારડોલી રોડ ઉપર ખડસુપા નજીક વોચ રાખતા સફેદ કલરની બોલેરો નંબર MP/43/CA/1668 આવતા તેને રોકી તપાસ કરતા મધ્યપ્રદેશની જાબુવા ગેંગના 3 ઈસમો અનસિંગ કામલિયા, અજય કામલિયા અને નારકુ કામલિયા જેઓ (રહે.ખડકોલી ગામ, તા.રાણાપુર, જિ.જાબુવા, મધ્યપ્રદેશ) નાઓને ઝડપી પાડ્યા હતા.
જોકે તેમની પાસેથી ઘરફોડ ચોરી કરવાના ઉપયોગમાં લેવામાં આવતા સાધનો એક લોખંડનું વાંદરી પાનું, એક લોખંડનું ડિસમિસ, એક એક લોખંડની કોસ અને એક લોખંડની હથોડી મળી આવી હતી સાથે બે બુકાની એક ગામછો બે રેઇનકોટ, એક કાળા કલરની બેગ અને રૂપિયા 91,260 રોકડા અને 3 નંગ મોબાઈલ પોલીસે કબ્જે લઈ પ્રાથમિક પૂછપરછમાં ઘરફોડ ચોરીના કામના આ રીઢા ગુનેગારોએ નવસારીમાં 4, વલસાડ જિલ્લામાં 2, ભરૂચ જિલ્લામાં 4 અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં 6 મળી દક્ષિણ ગુજરાતમાં 16 જેટલી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
જ્યારે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ કર્ણાટક રાજ્યમાં પણ આ ગેંગ દ્વારા અનેક ઘરફોડચોરીનાં ગુનાહ કર્યા હોવાની કબૂલાત કરવામાં આવી છે. આ ગેંગના અન્ય બે આરોપી સુનિલ કામલિયા અને મુકેશ મેડાને પોલીસે વોન્ટેડ બતાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500