Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાકરાપાર ટાઉનશીપમાં બંધ ફલેટનાં તાળા તોડી ચોરી કરનાર દાહોદની ચોર ટોળકીનાં ૩ ઈસમો ઝડપાયા

  • October 28, 2024 

કાકરાપાર ટાઉનશીપમાં બંધ ફલેટોનાં તાળા તોડી દાગીના ચોરી જનાર દાહોદની ચોર ટોળકીના ૩ ઇસમો ફરીથી ચોરીના ઈરાદે વ્યારા આવતા એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીએ વ્યારા સુગરના ગેટ પાસેથી ત્રણેયને ઝડપી પાડતા કાકરાપાર પોલીસ સ્ટેશનનાં વર્ષ પહેલા નોંધાયેલ ચોરીના ગુના ઉકેલાયા હતા. તાપી જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.


તે દરમિયાન ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી કે, ત્રણ શકમંદ ઇસમો વ્યારા મિશનનાકા તરફથી હાઇવે રોડ તરફ ચાલતા જાય છે. જેથી વ્યારા સુગર ફેકટરીના ગેટ પાસેથી ત્રણ ઇસમોને એલ.સી.બી.એ ઝડપી પાડી પુછપરછ કરતા ભાંગી પડી ચોરીની કબુલાત કરી હતી કે, એકાદ વર્ષ પહેલા વ્યારા ખાતે આવેલ અને વ્યારાથી તેઓ એક રિક્ષામાં બેસી કાકરાપાર ખાતે જઈ ત્યાં કાકરાપાર ટાઉનશીપના પાછળના ભાગે રાત્રીના સમયે જઈ ટાઉનશીપની દીવાલ ચઢી અંદર પ્રવેશી બંધ ફલેટના તાળા સેન્ટીંગના સળીયા વડે તોડી ત્રણ ફલેટમાંથી રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતા. પાંચ ઈસમો રમેશભાઇ કાળીયાભાઇ અમલીયાર (ઉ.વ.૫૨), મુતાભાઈ ગુલ્લાભાઇ અમલીયાર (ઉ.વ.૩૭), મનેશભાઈ દિવાનભાઈ અમલીયાર (ઉ.વ.૨૬), મહેશભાઈ રસિયાભાઈ આમલીયાર, શેતાન દિવાનભાઈ અમલીયાર (તમામ રહે.નિમચ, ઉચવાસ ફળીયા, તા.ગરબાડા, જી.દાહોદ)એ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.


જે પૈકી મહેશ આમલીયારએ રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના દાગીના પોતાની પાસે રાખ્યા હતા. ત્યારબાદ શેતાન અમલીયારએ દરેકને રૂપિયા ૫૦,૦૦૦/- આપીને ઘરેણાં રાખી લીધા હતા. અગાઉ ચોરી કરવામાં સફળતા મળતા ફરીથી ચોરી કરવાના ઈરાદે રમેશ અમલીયાર, મુતાભાઈ અમલીયાર, મનેશભાઈ અમલિયાર આવતા જ ઝડપાઈ ગયા હતા તેમજ તેમના રૂપિયા ૧૦,૦૦૦/-નાં બે મોબાઈલ કબ્જે કરી વ્યારા પોલીસને સોંપવામાં આવ્યા હતા. જયારે અન્ય બે આરોપીઓ મહેશ આમલીયાર અને શેતાન અમલીયારને વોન્ટેડ જાહેર કર્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application