નર્મદા ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે શુક્રવારે ડેમના 30 પેકી 10 દરવાજા ખોલ્યાં બાદ આજે વધુ 13 દરવાજા ખોલાયા છે. આમ ડેમના કુલ 23 દરવાજામાંથી નયનરમ્ય ધોધ સ્વરૂપે 3 લાખ 65 હજાર લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે.
સાંજે 6 વાગે ડેમની સપાટી 131.25 મીટરે પોહચી છે. કાંઠા વિસ્તારના વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામો ને સાવધ કરી દેવાયા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં છોડવામાં આવ્યું છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના 23 ગેટ ખોલવાની ફરજ પડી છે. 23 ગેટ માંથી 3 લાખ 65 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાય રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.25 મીટર પર પહોંચી છે.
વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ભરૂચ ના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 17 ફૂટે પોહચી છે. વૉર્નિંગ લેવલ 22 ફૂટ છે.જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે.નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવનાર છે ત્યારે ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામડા ઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500