આવીતકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે. જોકે તે પહેલા સુરક્ષા એજન્સીઓ તેમજ પોલીસે કડકાઈ પૂર્વક ચેકિંગ શરૂ કર્યુ છે અને આજરોજ પંજાબમાંથી ચાર આતંકીઓને ઝડપી પાડ્યા છે. દિલ્હી પોલીસની મદદથી પંજાબ પોલીસે પાર પાડેલા ઓપરેશનમાં પોલીસે કેનેડા તેમજ ઓસ્ટ્રેલિયા સ્થિત ભાગલાવાદી સંગઠન સાથે સંકળાયેલા ચાર આતંકીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 3 હેન્ડ ગ્રેનેડ, એક વિસ્ફોટક, બે પિસ્ટલ અને 40 કારતૂસ મળી આવ્યા હતા.
જયારે આ ચારે આતંકીઓ જે સંગઠન સાથે સંકળાયેલા છે તેને પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈનું સમર્થન હોવાનુ પંજાબ પોલીસે કહ્યુ છે. બીજી તરફ યુપી એટીએસ દ્વારા પણ કાનપુરમાંથી આાતંકી સંગઠન જૈશ એ મહોમ્મદ સાથે જોડાયેલા આતંકી હબીબુલ ઈસ્લામ ઉર્ફે સૈફુલ્લાને ઝડપી પાડયો છે. તેણે પૂછપરછમાં કબૂલ્યુ છે કે, તાજેતરમાં પકડાયેલા આતંકી મહોમ્મદ નદીમ સાથે જોડાયેલો છે.
તેમજ સોશિયલ મીડિયા પર તેની ફેક આઈડી બનાવવામાં મદદ કરી હતી. તે આ પ્રકારની આઈડી બનાવવામાં નિષ્ણાત છે. તેણે પાક અને અફઘાની આતંકીઓને આવી 50 ફેક આઈડી બનાવીને આપી છે. સોશિયલ મીડિયા પરના ગ્રુપમાં સૈફુલ્લા જેહાદી વિડિયો બનાવીને મોકલતો હતો અને બીજાને પણ આવા વિડિયો બનાવવા માટે પ્રેરિત કરતો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500