મધ્યપ્રદેશનાં મુરૈનામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં આખી ઈમારત ધ્વસ્ત થઈ ગઈ છે. ઈમારતનાં કાટમાળમાં અડધા ડઝનથી વધારે લોકો દબાયેલા છે. દુર્ઘટનામાં 3 લોકોનાં મોત નીપજ્યા અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, મુરૈનાનાં બાનમોર નગરમાં જેતપુર રોડની આ ઘટના છે. અહીં અચાનક ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થઈ ગયો.
ત્યારબાદ આ સમગ્ર ઈમારત ધ્વસ્ત થઈ ગઈ. જોકે ગોડાઉનનાં માલિક બાનમૌર નિવાસી વ્યવસાયી નિર્મલ જૈન છે. આ મકાનમાં ભાડુઆત પણ રહેતા હતા. વિસ્ફોટની માહિતી મળ્યા બાદ પોલીસ વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વહીવટીતંત્ર સ્થાનિક લોકોની મદદથી કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application