તાપી જીલ્લાના માત્ર વ્યારા તાલુકામાં આજરોજ કોરોના પોઝિટીવ દર્દીઓના 3 કેસો સામે આવ્યા છે, આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે,
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.2-જાન્યુઆરી 2021 ના રોજ જીલ્લાના માત્ર વ્યારા તાલુકાના બોરખડી ગામના નાની કુંડળ ફળીયામાં 51 વર્ષીય પુરુષ, ઇન્દુગામના જલારામ સોસાયટીમાં 28 વર્ષીય પુરુષ,વ્યારાના પાનવાડીમાં 27 વર્ષીય પુરુષ મળી કુલ 3 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
જીલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટીવ દર્દીઓના કુલ 862 કેસો નોંધાયા છે. આજે વધુ 2 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 812 દર્દીઓ સજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 382 સેમ્પલ લેવામાં આવ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500