Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે હોકી ઇન્ડિયા-વેસ્ટ ઝોન દ્વારા બીજી 'ઇન્ડિયા સબ જુનિયર મેન એન્ડ વુમન હોકી ચેમ્પિયનશિપ' યોજાઈ

  • August 01, 2024 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત ખાતે હોકી ઇન્ડિયા-વેસ્ટ ઝોન દ્વારા ૨૩થી ૩૦ જુલાઇ સુધી સાત દિવસીય સબ જુનિયર મેન એન્ડ વુમન ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દીવ, દાદરા અને નગર હવેલીની કુલ ૧૩ હોકી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ૭ બોયઝ ટીમો અને ૬ ગર્લ્સ ટીમો સમાવિષ્ટ હતી. બોયઝ ટીમ અને ગર્લ્સ ટીમની ફાઈનલ ટુર્નામેન્ટ ૩૦ જુલાઇએ રમાઈ હતી. ગર્લ્સ ફાઈનલ મેચ મધ્યપ્રદેશ અને હોકી છત્તીસગઢ વચ્ચે રમાઈ, જેમાં મધ્ય પ્રદેશે ૭-૧ થી ટુર્નામેન્ટ જીતી લીધી હતી. જ્યારે ત્રીજા સ્થાને મહારાષ્ટ્ર ટીમ ૫-૦થી રાજસ્થાન સામે જીતી હતી. બોયઝ ટીમમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે ફાઇનલ રમાઈ, જેમાં મધ્યપ્રદેશે ૭-૧ થી જીત મેળવી હતી. ત્રીજા સ્થાન પર દાદરા નગર હવેલી અને દમણ દીવ વિરુદ્ધ છત્તીસગઢ વચ્ચે રમાઈ જેમાં ૧-૧ (૫-૬ SO) થી છત્તીસગઢ વિજેતા થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application